Facebook Scam: જો તમારું ફેસબુક પર એકાઉન્ટ છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. વાસ્તવમાં સ્કેમર્સ એવા લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે જેમનો પાસવર્ડ નબળો હોય છે.
ઓનલાઈન કૌભાંડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. Whatsapp, Facebook, Insta અને Telegram, સ્કેમર્સ દરેક જગ્યાએ એક્ટિવ છે. તમારી થોડી બેદરકારીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તાજેતરમાં જામનગર સાયબર ક્રાઈમ પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે જેઓ ફેસબુક એકાઉન્ટ હેક કરનારી કથિત મોટી ગેંગનો ભાગ હતા.
હેકર્સે કથિત રીતે નબળા પાસવર્ડ ધરાવતા લોકોને નિશાન બનાવ્યા અને પછી તે એકાઉન્ટ્સ દ્વારા તેમના ફ્રેન્ડલિસ્ટમાંથી લોકોનો કોન્ટેક્ટ કર્યો અને ઇમરજન્સી હોવાનો દાવો કરી પૈસા માંગ્યા હતા. પોલીસે લોકોને તેમના ડિજિટલ એકાઉન્ટ પર મજબૂત પાસવર્ડ બનાવવાની અપીલ કરી છે. એવો પાસવર્ડ બનાવો જેને હેક કરવો મુશ્કેલ હોય.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, સ્કેમર્સ એવા લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે જે 45 વર્ષથી વધુ ઉંમરના છે કારણ કે આ લોકો તેમના પાસવર્ડ વગેરે પર ધ્યાન આપતા નથી અને કેટલાક સામાન્ય પાસવર્ડ સેટ કરે છે. હેકર્સ આ પાસવર્ડ ક્રેક કરીને એકાઉન્ટ રીસેટ કરે છે. એકાઉન્ટ રીસેટ દરમિયાન ફેસબુક પાસવર્ડને ક્લોઝ ફ્રેન્ડ્સને મોકલે છે. એકવાર OTP લીધા પછી હેકર્સ એકાઉન્ટ પર કબજો કરી લે છે અને પછી ઇમરજન્સીના બહાને લોકો પાસેથી પૈસા લૂંટે છે.
આવા કૌભાંડોથી બચવા માટે તમારા તમામ ડિજિટલ એકાઉન્ટના પાસવર્ડને મજબૂત બનાવો અને કોઈપણ અજાણ્યા નંબર, મેસેજ, કૉલ અથવા લિંક વગેરેનો જવાબ ન આપો.
હાલમાં જ વૉટ્સએપ પર એક નવા પ્રકારનું કૌભાંડ ચાલી રહ્યું છે, જેમાં ઠગ લોકોને યુએસ કંપની સાથે સંકળાયેલા હોવાનું કહે છે, અને લોકોને ખોટા નોકરીનું વચન આપીને પોતાની જાળમાં ફસાવી રહ્યાં છે. સ્કેમર્સ લોકોને કૉલ કરવા અને SMS કરવા માટે યુએસ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી રહ્યાં છે. આ સ્કેમર્સ લોકોને બૉસ અથવા સહકાર્યકરો અને કેટલીકવાર મોટી કંપનીઓના સીનિયર અધિકારીઓ જેવા કામ પરના મહત્વપૂર્ણ લોકો તરીકે ઓળખાવે છે અને આમ લોકોને તેમના વેબમાં આકર્ષિત કરે છે.
આઈએએનએસના અહેવાલ મુજબ, મુખ્ય શહેરની એક મોટી મીડિયા કંપનીમાં કામ કરતા કર્મચારીને કેટલીય નકલી આંતરરાષ્ટ્રીય કૉલ આવ્યા હતા. આ કૌભાંડમાં કૌભાંડી પોતાને એક મોટી કંપનીનો અધિકારી ગણાવે છે અને કામ સાથે સંબંધિત વ્યક્તિ સાથે વાત કરવાની પરવાનગી માંગે છે.