ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સને ટૂંક સમયમાં આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે મહિને ફી ચૂકવવી પડી શકે છે. મેટાના આ નિર્ણયથી લાખો યુઝર્સમાં ચિંતા વધી ગઈ છે. અહેવાલો અનુસાર, મેટા યુરોપિયન યુનિયન (EU) માં યુઝર્સ પાસેથી જાહેરાતો વિના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવા માટે દર મહિને 14 ડોલર (આશરે 1,190 રૂપિયા) ચાર્જ વસૂલવાની યોજના બનાવી રહી છે. આ ફી ખાસ કરીને એવા યુઝર્સ માટે હશે જે જાહેરાત-મુક્ત અનુભવ પસંદ કરે છે. સામાન્ય યુઝર્સ હજુ પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ મફતમાં ઍક્સેસ કરી શકશે.

Continues below advertisement

તાજેતરના અહેવાલો એવું પણ સૂચવે છે કે મેટા બંને પ્લેટફોર્મ માટે કોમ્બો ઓફર પણ લાવી શકે છે, જેની કિંમત 17 ડોલર (આશરે રૂ. 1,445 પ્રતિ માસ) હશે. જોકે, આ વિકલ્પ ફક્ત ડેસ્કટોપ યુઝર્સ માટે જ ઉપલબ્ધ રહેશે.

EU ના કડક નિયમોને કારણે નિર્ણય લેવામાં આવ્યો

Continues below advertisement

યુરોપિયન યુનિયન દ્વારા ટેક કંપનીઓ પર વધતા નિયમનકારી કડક પગલાં વચ્ચે મેટાનું આ પગલું આવ્યું છે. તાજેતરમાં EU એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને યુઝર્સની ઑનલાઇન પ્રવૃત્તિઓ અને આદતોના આધારે લક્ષિત જાહેરાતો આપવાનું બંધ કરવાનો આદેશ આપ્યો હતો. મેટા અને ગુગલ જેવી કંપનીઓએ છેલ્લા દાયકામાં જાહેરાત-આધારિત મોડેલો દ્વારા અબજો ડોલરની કમાણી કરી છે.

મેટાએ સ્પષ્ટતા કરી છે કે તે યુઝર્સને તેમની મંજૂરી લીધા પછી જ જાહેરાતો બતાવશે અને તેમની મંજૂરી વિના કોઈપણ વ્યક્તિગત જાહેરાતો બતાવવામાં આવશે નહીં. યુઝર્સની પ્રવૃત્તિઓના આધારે સોશિયલ મીડિયા કંપનીઓ દ્વારા ટાર્ગેટ કરવા અંગે પણ યુએસ સરકારે પ્રશ્નો ઉઠાવ્યા છે. EU એ ચેતવણી આપી છે કે જો કંપનીઓ નિયમોનું પાલન નહીં કરે તો તેમને ભારે દંડનો સામનો કરવો પડી શકે છે.

Subscription No Ads મોડલ શું છે?

નવી જાહેરાત નીતિ હેઠળ ટેક કંપનીઓએ તેમના યુઝર્સ પાસેથી આવક મેળવવા માટે સબ્સ્ક્રિપ્શન મોડેલ તરફ આગળ વધવું પડશે. આ પહેલી વાર નથી જ્યારે સોશિયલ મીડિયા કંપનીઓએ પેઇડ મોડેલનો સંકેત આપ્યો છે. 2023માં પણ આવો જ પ્રસ્તાવ આવ્યો હતો. હવે EU પર નિર્ભર છે કે તે મેટાને સબ્સ્ક્રિપ્શન નો એડ્સ (SNA) મોડલ લાગુ કરવા માટે માર્ગદર્શન આપે.