વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ડાઉન થયા બાદ મેટાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. મેટાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે અમે ખેદ વ્યક્ત કરીએ છીએ કે યુઝર્સને આવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમે શક્ય તેટલી વહેલી તકે આ સમસ્યાને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. વાસ્તવમાં રાત્રે લગભગ 11:30 વાગ્યાથી યુઝર્સને આ એપ્સ પર મેસેજ મોકલવામાં અને મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સમસ્યા અચાનક શરૂ થઈ અને વિશ્વભરના લાખો લોકોને અસર કરી છે. વોટ્સએપ હજુ પણ યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી અને લોકોને મેસેજ મોકલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મેટાએ પોતાના નિવેદનમાં શું કહ્યું?
મેટા એક નિવેદન જાહેર કરી રહ્યું છે કે ઘણા યુઝર્સ અમારી એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અમે સમસ્યાને ઉકેલવા પર કામ કરી રહ્યા છીએ અને આશા રાખીએ છીએ કે તે જલ્દીથી ઠીક થઈ જશે. તમને થયેલી અસુવિધા બદલ માફ કરશો.
લોકોએ એક્સ પર કરી ફરિયાદો
લગભગ 11 વાગ્યા સુધી મેટા સર્વર ડાઉન હોવાને કારણે WhatsApp, Instagram અને Facebook કામ કરવાનું બંધ કરી દીધું હતું. એક્સ યુઝર્સે આના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી હતી. આ પછી તે X પર ટ્રેન્ડ થવા લાગ્યુ હતું. અન્ય દેશોના લોકોએ પણ જણાવ્યું કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન હોવાના રિપોર્ટ છે. આ સમસ્યા ડેસ્કટોપ અને મોબાઈલ બંને પર હતી. મોડી રાત્રે 11.45 વાગ્યા પછી ધીમે ધીમે ત્રણેય પ્લેટફોર્મ કામ કરવા લાગ્યા હતા.
નોંધનીય છે કે વોટ્સએપ સિવાય Meta પાસે Instagram અને Facebook પણ છે. ત્રણેય લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મના યુઝર્સને આ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
YouTubeમાંથી દર મહિને કેવી રીતે કરી શકાય મોટી કમાણી ! અહીં જાણો સમગ્ર પ્રોસેસ