નવી દિલ્હી: Zoom Appને ટક્કર મારવા માટે ફેસબુકે ગ્રુપ વીડિયો કોલિંગ પ્લેટફોર્મ ‘Massenger Rooms’ આજથી શરૂ કરી દીધું છે. ફેસબુકના આ Massenger Rooms વીડિયો કોલિંગ પ્લેટફોર્મમાં 50 લોકો એક સાથે કોન્ફ્રેન્સ કરી શકશે. જેના માટે ફેસબુક એકાઉન્ટ હોવું જરૂરી નથી. કોન્ફ્રેન્સ હોસ્ટ કરનાર યૂઝર દ્વારા મોકલવામાં આવેલી લિંક પર ક્લિક કરી યૂઝર્સ એકાઉન્ટ વગર પણ જોઈન કતરી શકે છે.
ફેસબુક મેસેન્જરના વાઈસ પ્રેસિડેન્ટ સ્ટેન ચુડનોવસ્કીએ જણાવ્યું કે, “આપ ન્યૂઝ ફીડ, ગ્રુપ્સ અને ઇવેન્ટ્સ દ્વારા ફેસબુક પર રૂમ બનાવી શકો છો અને શેર કરી શકો છો. તેમાંથી એક્ઝિટ થવું પણ સરળ છે. તમારી પાસે ઓપ્શન હશે કે તમારા રૂમને કોણ જોઈ શકે છે, કોણ તેમાં સામેલ થઈ શકે છે અને તમને કોઈને હટાવી શકો છો, તમે ઇચ્છો તો લોક પણ કરી શકો છો. ”
ફેસબુક આ ગ્રુપ વીડિયો કોલિંગ એપ એવા સમયે લાવ્યું છે જ્યારે દુનિયાભરમાં લોકડાઉનના કારણે વીડિયો કૉન્ફ્રેસિન્ગ એપની ડિમાનડ વધી છે. કોરના વાયરસના કારણે દુનિયાભરમાં લોકડાઉને ઓનલાઈન પ્લેટફોર્મલ દ્વારા કામ કરવાને પ્રોત્સાહન આપ્યું છે. સૌથી વધુ ચર્ચા ઝૂમ અને ગૂગલ મીટ ની ચાલી રહી છે. હવે તેને ટક્કર આપવા માટે ફેસહબુકે પોતાનું ‘Massenger Rooms’ વીડિયો કોલિંગ પ્લેટફોર્મ લોન્ચ કરી દીધું છે.