નવી દિલ્હી: લોકડાઉન વચ્ચે ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 2.2 બતાવવામાં આવી રહી છે. ભૂકંપના આચકા 11 વાગ્યેને 28 મિનિટની આસપાસ અનુભવાયા હતા.


સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, દિલ્હીમાં શુક્રવારે બપોરે 11:28 વાગ્યે ઓછી તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.2 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર ઉત્તર દિલ્હીના પીતમપુરામાં હતું. આ ભૂકંપ આઠ કિલોમીટર નીચે આવ્યો હતો.

આ પહેલા પણ રવિવારે બપોરે લગભગ 1:55 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે સમયે ભૂકંપની તીવ્રતા 3.5 હતી અને કેન્દ્ર બિંદુ ગાઝિયાબાદમાં હતું.