Russia Ukraine Conflict: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને જોતા ફેસબુકની પેરન્ટ કંપની Meta એ ફેસબુક યુઝર્સ માટે મોટો નિર્ણય લીધો છે. આને ધ્યાનમાં રાખીને, કંપનીએ એક ફીચર બહાર પાડ્યું છે જેના હેઠળ યુક્રેનમાં હાજર લોકો તેમના ફેસબુક પેજને લોક કરી શકે છે. આ નિર્ણય ચેતવણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રશિયા યુક્રેન પર હુમલા બાદ મોટી સંખ્યામાં યુક્રેનિયનોને મારવા માટે એક યાદી તૈયાર કરી રહ્યું છે.

Continues below advertisement


આ ફીચર ગયા વર્ષે અફઘાનિસ્તાનમાં પણ બહાર પાડવામાં આવ્યું હતું


આ ફીચર હેઠળ યુઝર્સ અજાણ્યા લોકોને તેમના પ્રોફાઈલ ફોટો અને પોસ્ટ જોવા, ડાઉનલોડ કે શેર કરવાથી રોકી શકે છે. તે તેમને અવરોધિત કરીને આ કરી શકે છે. આ ફીચર ગયા વર્ષે અફઘાનિસ્તાન અને તાલિબાન વચ્ચેના યુદ્ધ દરમિયાન કંપની દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. Facebookના સિક્યોરિટી પોલિસીના વડા, નેથેનિયલ ગ્લેઇચરે ટ્વિટ કર્યું કે, "યુક્રેનમાં લોકો માટે આ એક-ક્લિક ટૂલ છે. આનાથી ત્યાંના લોકો તેમના Facebook એકાઉન્ટને એક ક્લિકથી લૉક કરી શકે છે.


એક ટીમ સતત નજર રાખી રહી છે


આ અઠવાડિયે અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રને જાણ કર્યા બાદ ફેસબુક દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે કે રશિયન સેના યુક્રેન પર કબજો કર્યા પછી ત્યાંના લોકોને પસંદગીપૂર્વક મારવા માટે એક યાદી તૈયાર કરી રહી છે. ફેસબુકનું કહેવું છે કે તેણે રશિયા અને યુક્રેનની સ્થિતિ પર નજર રાખવા માટે એક ટીમ બનાવી છે. આ જ ટીમે હાલમાં યુક્રેન માટે ફેસબુક એકાઉન્ટ લૉક કરવાની સુવિધા શરૂ કરી છે.


આ પણ વાંચોઃ 


Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સૈનિકો સાથે યુદ્ધના મેદાનમાં ઉતર્યા, સેનાના કપડામાં તસવીરો થઈ વાયરલ


Mom, Dad, I Love You', યુક્રેનિયન સૈનિક વાયરલ વીડિયોમાં કહે છે કે તેના દેશ પર કેવી રીતે હુમલો થઈ રહ્યો છે!