નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી ડેટા શેરિંગને લઇને ખુબ હલ્લા બૉલ મચી રહ્યો છે. પછી ભલે તે વૉટ્સએપની નવી પૉલીસી હોય કે પછી ફેસબુક-એપલ વિવાદ હોય. એપલે પોતાના તાજેતરમાં રિલીઝ કરવામાં આવેલા નવા અપડેટમાં એક ફિચર એડ કર્યુ છે, જેના દ્વારા કોઇપણ આસાનીથી તમારો ડેટા નથી લઇ શકતો. પરંતુ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે હજુ કોઇ આવુ ફિચર નથી આવ્યુ. પરંતુ ફેસબુકમાં એક ખાસ ફિચરની મદદથી પોતાનો ડેટા લેવાથી મના કરી શકો છો.


આ ટૂલ થશે મદદગાર- 
સોશ્યલ મીડિયા જાયન્ટ ફેસબુકે ગયા વર્ષે પોતાના યૂઝર્સ માટે એક ટૂલ રિલીઝ કર્યુ હતુ, જેના દ્વારા યૂઝર્સને ખબર પડી શકે છે કે તેનો ડેટા કઇ વેબસાઇટ કે પછી થર્ડ પાર્ટી એપ્સ દ્વારા લેવામાં આવી રહ્યો છે. આ ટૂલનુ નામ Off-Facebook Activity છે. આ ટૂલની મદદથી તમે ડેટા શેરિંગ પર લગામ લગાવી શકો છો. આવો જાણીએ આ કઇ રીતે કામ કરે છે. 


આ રીતે Off-Facebook Activityને કરે એક્સેસ- 
આના માટે સૌથી પહેલા પોતાના ફેસબુક એકાઉન્ટમાં લૉગીન કરો. 
હવે ઉપર રાઇટમાં આપવામાં આવેલી ત્રણ લાઇન પર ટેપ કરો. 
અહીં Security & Privacy પર ટેપ કરો. 
આટલુ કર્યા બાદ Settings પર ક્લિક કરો અને Your Informationમાં જાઓ. 
આમ કર્યા બાદ Off-Facebook Activity ઓપ્શન પર ક્લિક કરો. 


આ રીતે કરો ચેક-
જો તમે એ જાણવા માંગતા હોય કે કઇ વેબસાઇટ કે પછી થર્ડ પાર્ટી એપ્સ દ્વારા તમારો ડેટા એક્સેસ કરવામાં આવી રહ્યો છે, તો આના માટે સૌથી પહેલા Off-Facebook Activity પર ટેપ કરો. 
અહીં Manage your Off-Facebook Activity પર ટેપ કરો. 
અહીં તમને વેરિફિકેશન માટે પોતાનો પાસવર્ડ નાંખવો પડશે. 
આટલુ કર્યા બાદ તમારી સામે તે વેબસાઇટ અને થર્ડ પાર્ટી એપ્સનુ લિસ્ટ આવી જશે, જે તમારા એકાઉન્ટ સાથે લિંક છે. 


આ રીતે કરો ડિસેબલ- 
જો તમે તમામ વેબસાઇટ અને થર્ડ પાર્ટી એપ્સ માટે એકસાથ Off-Facebook Activity ને ડિસેબલ કરવા ઇચ્છો છો, તો લિસ્ટ સામે આવ્યા બાદ હિસ્ટ્રી ક્લિયર કરી શકો છો. આમ કરવાથી આખુ લિસ્ટ ક્લિયર થઇ જશે.