Tips: Facebook:જો આપના ફેસબુક અકાઉન્ટનું ભૂલથી અન્ય ડિવાઇસમાં લોગ ઇન રહી ગયું હોય. આપ લોગ આઉટ કરતા ભૂલી ગયા હો તો સ્માર્ટ ફોન દ્વારા અન્ય ડિવાઇસ પરથી પણ આપ લોગ આઉટ કરી શકો છો. 


સોશિયલ મીડિયા Facebook પ્લેટફોર્મ  સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પ્લેટફોર્મ છે. બહુ જુજ લોકો એવા હશે જે આજના સમયમાં ફેસબુક (Facebook)નો ઉપયોગ નથી કરતા. કેટલાક યુઝર્સ તો ફેસબુકને એકથી વધુ ડિવાઇસમાં ઓપન કરે છે. કેટલીક વખત એવું પણ બને છે કે, કોઇના ફોન કે લેપટોપમાં પણ ફેસબુક લોગઇન (log in) કર્યું હોય અને લોગ આઉટ (log out) કરતા જ ભૂલાઇ ગયા હોય. ઉપરાંત અનેક વખત ફોન ખરાબ હોવાથી પણ લોગ આઇઉટ નથી થતું અને લોગ ઇન રહી જાય છે.


જો આપનું ફેસબુક અકાઉન્ટ અન્યના ડિવાઇસ પર લોગ ઇન રહી ગયું હોય તો આપ સ્માર્ટ ફોન દ્રારા તેને સરળતાથી લોગ આઉટ કરી શકો છો. તો સ્માર્ટ ફોન દ્વારા અન્યના ડિવાઇસમાંથી કઇ રીતે લોગ આઉટ કરવું તે જાણી લઇએ..


અન્યના ડિવાઇસમાંથી આ રીતે લોગ આઉટ કરે આપનું ફેસબુક અકાઉન્ટ


અન્ય ડિવાઇસમાંથી આપનું ફેસબુક અકાઉન્ટ લોગ આઉટ કરવા માટે સૌથી પહેલા ફેસબુક ઓપન કરો.


હવે રાઇટ સાઇડ પર બનેલ ત્રણ ડોટ પર ટેપ કરો.


અહીં આપને ઓપ્શન દેખાશે, જેમાંથી આપને સેટિંગ(Setting) અને પ્રાઇવેસી (Privacy) ઓપ્શનને સિલેક્ટ કરવાનું રહેશે.


આટલું કર્યું બાદ આપ સેટિંગ્સ પર ક્લિક કરો


હવે પાસવર્ડ અને સિક્યુરિટીના (Password and Security) ઓપ્શન પર જાવ


આપ જેવું તેના પર ક્લિક કરશો કે આપને ખ્યાલ આવશે કે, આપનું અકાઉન્ટ ક્યાં-ક્યાં ડિવાઇસ પર ઓપન છે.


અહીં આપને See Allનું ઓપ્શન નજર આવશે, તેના પર ક્લિક કરો. આટલું કર્યાં બાદ Log Out of All Sessions ટેપ કરો.


હવે કન્ફર્મેશન માટે Log Out પર ક્લિક કરી દો.


ધ્યાન રાખો કે, જો આપ બધા ડિવાઇસ પર લોગ આઉટ ન થવા માંગતા હો તો, જે પણ ડિવાઇસથી લોગઆઉટ કરવાનું હોય, તેમની સામે બનેલી ત્રણ લાઇન પર ક્લિક કરો અને લોગ આઉટ કરી દો.