નવી દિલ્હીઃ Fearless and Unites Guards FAU-G 26 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવી હતી. લૉન્ચ થતાની સાથે જ ગેમને જબરજસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. FAU-G લોન્ચ થયાના બે દિવસમાં જ ગૂગલ પ્લે સ્ટોર પર ટોપ ફ્રી મોબાઈલ ગેમ બની ગઈ છે.
આ મોટી ઉપલબ્ધિની જાહેરાત FAU-G ગેમ ડેવલપ કરનારી કંપની nCore Games એ ટ્વિટર પર આપી છે. આ ગેમ લોન્ચ થયાના 24 કલાકમાં જ 50 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી હતી. હવે ગૂગલ પ્લે સ્ટોર પર FAU-G ડાઉનલોડ્સ 10 મિલિયનથી વધુ (એક કરોડથી વધુ) થઈ ગયા છે. હાલમાં આ ગેમ માટે iOS વર્ઝન ઉપલબ્ધ નથી.
FAU-G ગેમને અત્યારે ઇંગ્લિશ, હિન્દી અને તામિલ ત્રણ ભાષાઓમાં જ લૉન્ચ કરવામાં આવી છે. કંપનીનુ કહેવુ છે કે બહુ જલ્દી આ ગેમ બીજી ભાષાઓમાં પણ અવેલેબલ થશે. આની સાઇઝ 460MBની છે. આ ગેમનુ પ્રમૉશન એક્ટર અક્ષય કુમાર કરી રહ્યો છે. તેને આ ગેમને લઇને ટ્વીટર પર એક વીડિયો અને ડાઉનલૉડ લિંક પણ શેર કરી છે.
સિંગલ પ્લેયર મૉડની સાથે લૉન્ચ કરવામાં આવી છે આ ગેમ
FAU-G ગેમ સિંગલ પ્લેયર મૉડની સાથે લૉન્ચ કરવામાં આવી છે, પરંતુ બહુ જલ્દી આમાં રૉયલ બેટલ મૉડ અને મલ્ટી યૂઝર મૉડ પણ સામેલ કરવામાં આવી શકે છે. FAU-Gમાં લદ્દાખમાં ચીનના સૈનિકો અને ભારતીય ફૌજીઓની લડાઇ હશે. આ ગેમ દ્વારા યૂઝર્સ લદ્દાખમાં ચીની ઘૂસણખોરો વિરુદ્ધ જંગ લડી શકશે. ગેમની શરૂઆતમાં હાલ ત્રણ કેરેક્ટર આપવામાં આવી રહ્યાં છે. તમે આ ત્રણેય કેરેક્ટર્સને પોતાની પસંદ પ્રમાણે સિલેક્ટ કરી શકો છો.
ગેમમાં છે ત્રણ મૉડ
FAU-G ગેમમાં અત્યારે ત્રણ મૉડ Campaign, Team Deathmatch અને Free for All આપવામાં આવ્યા છે, પરંતુ અત્યાર ફક્ત કેમ્પેઇન મૉડ યૂઝર્સને મળી રહ્યો છે. FAU-G ગેમને ગૂગલ પ્લે સ્ટૉરમાંથી ડાઉનલૉડ કરવામાં આવી શકે છે,