નવી દિલ્હીઃ લાંબા ઇન્તજાર બાદ કાલે FAU-G ગેમ ભારતમાં લૉન્ચ કરી દેવામાં આવી છે. દેશમાં પબજી ગેમ બને થયા બાદ પહેલીવાર ગેમ લવર્સ માટે રાહત મળી છે. આ ગેમ પબજીનુ રિપ્લેસમેન્ટ બતાવવામાં આવી રહ્યું છે. વળી, કેટલીક હદ સુધી તો આ ગેમ પબજી જેવી જ દેખાય છે. પરંતુ બન્ને ગેમમાં ખાસુ અંતર છે. આ બધાની વચ્ચે ખાસ સમાચાર છે કે આ ગેમ રમવા માટે યૂઝર્સે કેટલોક ચાર્જ કરવો પડશે.


શું છે FAU-G અને PUBGમાં અંતર

FAU-G વિના મલ્ટીમૉડની સાથે લૉન્ચ કરવામાં આવી છે, જ્યારે PUBGમાં મલ્ટીલેયર મૉડ આપવામાં આવ્યા હતા, આ બન્ને ગેમની વચ્ચેનો મોટો ફરક છે. આ ઉપરાંત ગ્રાફિક્સમાં પણ FAU-G ગેમ PUBGથી પાછળ દેખાઇ રહી છે. FAUG ગેમની સાઇઝ 500MB છે. જ્યારે PUBGનું lite વર્ઝન ભારતમાં આગામી સમયમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત FAU-Gને હિન્દી ભાષામાં પણ લૉન્ચ કરવામાં આવી છે, જ્યારે પબજી ઇગ્લિંશમાં અવેલેબલ હતી.

યૂઝર્સે મજેદાર મીમ્સ બનાવીને કર્યા શેર

ગેમના લોન્ચ થયા બાદ નેટિજન્સે પોતના રિવ્યૂ શેર કરવા માટે સોશિયલ મીડિયાની મદદ લીધી છે. યૂઝર્સે ગેમની ક્લિપને પોસ્ટ કરવાનું શરૂ કર્યું છે અને ટૂંકમાં જ હેશટેગ #FAUG ટ્વીટર પર ટ્રેન્ડ થવા લાગ્યું. કેટલાક યૂઝર્સે ગેમ અને તેની વિશેષતાઓને PUBG સાથે તુલના કરતા મીમ્સ ટ્વીટ કર્યા. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર મજેદાર મીમ્સ શેર કરતાં લોકોએ પ્રતિક્રિયા આપવા માંડી. તેમાંથી ઘણાં મીમ્સ સોશઇયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.