મુંબઈઃ મંગળારે દેશભરમાં 72માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. આ દરમિયાન અનેક સેલિબ્રિટીએ સોશિયલ મીડિયા પર દેશવાસીઓ અને ફેંસને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી હતી. બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પણ તેના ટ્વીટર હેન્ડલ પરથી ગણતંત્ર દિવસની શુભકામના આપી હતી.જોકે ટ્વીટમાં ગડબડના કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાને આવી હતી.

શિલ્પા શેટ્ટીએ ટ્વીટ દરમિયાન ગણતંત્ર દિવસને સ્વતંત્રતા દિવસ લખ્યો હતો. જેને લઇ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી. જોકે શિલ્પા શેટ્ટીએ ટ્વીટને બાદમાં સુધારી દીધું હતું પરંતુ એટલીવારમાં સોશિયલ મીડિ પર યૂઝર્સે સ્ક્રીનશોટ લઇને ફરતો કરી દીધો હતો. જેના કારણે ટ્રોલ થઈ હતી.

ગણતંત્ર દિવસના અવસરે શિલ્પા શેટ્ટીએ ટ્વીટ કરીને લખ્યું, તમને બધાને 72મા સ્વતંત્રતા દિવસની અઢળક શુભકામના. તમામ ભારતીયોને હેપ્પી રિપબ્લિક ડે. બંધારણે આપણને જ અધિકાર આપ્યા છે તેને જાળવી રાખવાનો સંકલ્પ લો... ન માત્ર પોતાના માટે, પરંતુ આપણા દેશના તમામ નાગરિકો માટે પણ. જય હિંદ. ટ્રોલ થયા બાદ તેણે ટ્વીટ ડિલીટ કરીને નવી પોસ્ટ શેર કરી હતી.



યૂઝર્સે શિલ્પા શેટ્ટીને ટ્રોલ કરીને પૂછ્યું, મેડમજી તમે સ્કૂલે નહોતા ગયા. ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસ વચ્ચેનો ભેદ ખબર નથી.



ધોની અને પંત સાથે સાક્ષીએ શેર કર્યો ફોટો, પંતને ફેંસ પૂછી રહ્યા છે આવો સવાલ

રાશિફળ 27 જાન્યુઆરીઃ આ રાશિના જાતકોને થઈ શકે છે નુકસાન, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ