નવી દિલ્હીઃ જો તમે પણ ચિંતિત છો કે ફેસબુકમાંથી (Facebook) લીક થયેલા લેટેસ્ટ ડેટામાં ક્યાંક તમારી ડિટેલ્સ તો નથી ને. તો તમારી ચિંતાનો ઓછી કરવા માટે એક વેબસાઇટ છે. તાજેતરમાં દુનિયાભરમાં અલગ અલગ દેશોના લાખો લોકોની ડિટેલ ઓનલાઇન (Data Leak) ડેટા બેઝ પર લીક થઇ હતી. આમાંથી મોટાભાગના મોબાઇલ નંબર (Mobile Number) હતા. લીક થયેલા ડેટામાં ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગનો (Mark Zuckerberg) ફોન પણ સામેલ છે. વેબસાઇટ પર એક ઓનલાઇન ટૂલ (Online Tool) છે 'Have i been pwned’ જેનાથી તમે જાણી શકો છો કે તમારો મોબાઇલ નંબર કે ઇમેલ એડ્રેસ લીક થયા છે કે નહીં.....


106 દેશોના લોકોનો છે ડેટા... 
ફેસબુકનુ (Facebook) કહેવુ છે કે ડેટા 2019માં એક "પુરાના" ડેટા લીક ઓપરેશનનો હિસ્સો હતા, પરંતુ પ્રાઇવસી મૉનિટરિંગ હવે તપાસ કરી રહ્યાં છે. હવે લીક ડેટાને હેકિંગ (Data Hacking) ફૉરમ પર ફ્રીમાં પબ્લિશ કરવામાં આવ્યો છે. એટલે આ વાઇડલી અવેલેબલ છે. રિસર્ચર્સનુ કહેવુ છે કે ડેટાબેઝમાં 106 દેશોના 53 કરોડ 30 લાખ લોકોનો ડેટા છે, જેમાં 30 મિલિયન અમેરિકન, 11 મિલિયન બ્રિટિશ અને સાત મિલીયન ઓસ્ટ્રેલિયન સામેલ છે. 


આટલા મોબાઇલ નંબર થયા લીક....
Have i been pwned વેબસાઇટ ચલાવનારા એક સાયબર સિક્યૉરિટી એક્સપર્ટ ટ્રૉય હન્ટનુ કહેવુ છે કે દરેક યૂઝર વિશે તમામ પ્રકારની જાણકારી છે, પરંતુ 50 કરોડ મોબાઇલ ફોન નંબર લીક થયા છે, જ્યારે માત્ર કેટલાક મિલીયન ઇમેલ એડ્રેસ લીક થયા છે. ટ્રૉય હન્ટનુ કહેવુ છે કે જ્યારે ફેસબુકના ડેટા લીકની ખબર ફેલાવવા લાગી, તો તેની વેબસાઇટ પર "અસાધારણ ટ્રાફિક" આવવા લાગ્યો. 


વેબસાઇટ બતાવશે ડિટેલ લીક થઇ કે નહીં...
પહેલા યૂઝર્સ માત્ર આ પ્લેટફોર્મ પર ઇમેલ એડ્રેસ સર્ચ કરી શકતા હતા, હવે આ વેબસાઇટ પર તમારો મોબાઇલ નંબર પર સર્ચ બૉક્સમાં નોંધવામાં આવી શકે છે, અને આ વેબસાઇટ વેરિફાઇ કરશે કે તમારી જાણકારી આ લીક ડેટાબેઝમાં અવેલેબલ છે કે નહીં..