જો તમે પોતાની હેલ્થને લઈને એલર્ટ રહો છો અને હંમેશા પોતાની ફિટનેસ અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો છો તો, ફિટનેસ બેન્ડ તમારા માટે પરફેક્ટ છે. હાલમાં ફિટનેસ બેન્ડની ફેશન અને ટ્રેન્ડ બન્ને છે. આ જ કારણ છે કે, આજકાલ મોટાભાગના લોકોના હાથમાં ફિટનેસ બેન્ડ નજર આવે છે. આ સ્માર્ટ બેન્ડ્સથી તમે ડેઈલી એક્ટિવિટી, કેલેરી, હાર્ટ રેટ અને સ્લીપ મોનિટરિંગ જેવી એક્ટિવિટીઝને ટ્રેક કરી શકો છો. જો તમે પણ સ્માર્ટ ફિટનેસ બેન્ડ ખરીદવાનો પ્લાન કરી રહ્યાં છો તો, માર્કેટમાં મળતા આ ટોપ-5 ફિટનેસ બેન્ડ્સ તમારા માટે બેસ્ટ રહેશે.
Apple watch series 6 and SE- ફિટનેસ વૉચ કે બેન્ડની વાત કરીએ તો તેમાં સૌથી પહેલા એપ્પલનું નામ આવે છે. એપલે પોતાની ફિટનેસ વૉચ એપલ વૉચ સીરીઝ 6 અને એસઈને લોન્ચ કરી દીધી છે. નવી વોચમાં બ્લડ ઓક્સીજન લેવલ માપવાનું ફીચર આપવામાં આવ્યું છે. તે સિવાય વોચમાં બ્લડ પ્રેશર માપવાનું ફીચર પણ આપવામાં આવ્યું છે. કંપનીએ ફિટનેસને ધ્યાનમાં રાખી સ્લીપ ટાઈમ, ફિટનેસ ટ્રેક જેવા અનેક શાનદાર ફિચર્સ પણ આપ્યા છે.
MI Smart Band 4- કંપનીએ કલર ડિસ્પ્લે સાથે નવુ ફિટનેસ બેન્ડ લોન્ચ કર્યું છે. જેમાં હાર્ટ રેટ ટ્રેકર, સ્ટેપ કાઉન્ટિંગ જેવા અનેક ફીચર્સ મળે છે. સાથે એમઆઈ ફિટ એપ દ્વારા તમે આ બેન્ડને પોતાના iOS અને એન્ડ્રોઈડ ડિવાઈસ સાથે પણ કનેક્ટ કરી શકો છો, આ બેન્ડની કિંમત 2299 રૂપિયા છે.
Realme Band- સ્માર્ટફોનની સાથે સાથે રિયલમીએ હવે ફિટનેસ બેન્ડ પણ માર્કેટમાં લોન્ચ કરી દીધા છે. રિયલમીના ફિટનેસ બેન્ડમાં ટચ-સેન્સિટિવ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે કોલ, મેસેજ, રિમાઈન્ડર અને સોશિયલ મીડિયા એપ્સની નોટિફિકેશન આપશે. આ વોચમાં હાર્ટ રેટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. સાથે યૂએસબી ટાઈપ પોર્ટથી ચાર્જ કરી શકાય છે. માર્કેટમાં તેની કિંમત 2999 રૂપિયા છે.
SAMSUNG GALAXY FITE- સેમસંગ ગેલેક્સી ફિટનેસ બેન્ડમાં ઑટો વર્કઆઉટ ટ્રેકિંગની સુવિધા આપવામાં આવી છે. જે ચાલતા, દોડતા અને વર્કઆઉટ કરવા પર ટ્રેક કરે છે. તે સિવાય તેમાં હાર્ટ રેટ ટ્રેકિંગ ફીચર પણ સામેલ છે. તમે સ્વિમિંગ કરતી વખતે પણ તેને પહેરી શકો છો. તેની કિંમત 2,599 રૂપિયા છે.
HONOR BAND 5-માર્કેટમાં ઓનર કંપનીના ફિટનેસ બેન્ડ પણ ખૂબ ટ્રેન્ડમાં છે. આ ફિટનેસ વોચમાં ઘણા ફિટનેસ ટ્રેકિંગ ફીચર્સ સામેલ છે. આ બેન્ડને આઈઓએસ અને એન્ડ્રોઈડ ડિવાઈસ સાથે કનેક્ટ કરી શકાય છે. માર્કેટમાં તેની કિંમત 2999 રૂપિયા છે.
આ છે 5 બેસ્ટ ફિટનેસ ટ્રેકર સ્માર્ટ બેન્ડ, જે તમારા હેલ્થનું રાખશે ધ્યાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Oct 2020 07:51 PM (IST)
જો તમે પણ સ્માર્ટ ફિટનેસ બેન્ડ ખરીદવાનો પ્લાન કરી રહ્યાં છો તો, માર્કેટમાં મળતા આ ટોપ-5 ફિટનેસ બેન્ડ્સ તમારા માટે બેસ્ટ રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -