Flipkart: આપણે બધા ઘરોમાં ટીવી, ફ્રીજ, કુલર, વોશિંગ મશીન સહિત અનેક ઘણા ઇલેક્ટ્રિક ડિવાઇસનો ઉપયોગ કરીએ છીએ. ઘણી વખત સતત ઉપયોગને કારણે આ ઉપકરણોને નુકસાન થાય છે. કેટલાક લોકો આ સ્થિતિમાં ઉપકરણને રિપેર કરાવી દે છે તો કેટલાક લોકો નવું ખરીદી લે છે અને જૂનું ડિવાઇસ ફેંકી છે. જો તમારા ઘરમાં જૂનું ડિવાઇસ પડ્યું છે અને તેમાં તમે પૈસા ખર્ચવા નથી માંગતા તો હવે તમે તેના બદલે ઓનલાઈન ઓર્ડર પર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. વાસ્તવમાં ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટે એક નવો એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કર્યો છે જેમાં કંપની બિન ઉપયોગી ઈલેક્ટ્રોનિક વસ્તુઓને બદલવાની તક આપી રહી છે. એટલે કે આવી વસ્તુઓ આપવા પર કંપની તમને તમારા ઓર્ડરમાં થોડું ડિસ્કાઉન્ટ આપશે.

Continues below advertisement

ફ્લિપકાર્ટે આ પ્રોગ્રામ શરૂ કર્યો છે જેથી લોકો તેમના બંધ થયેલા ડિવાઇસથી છૂટકારો મેળવી શકે અને ઈ-વેસ્ટને ઘટાડી શકે. બંધ થયેલા ડિવાઇસનો નિકાલ કરવા માટે કંપનીએ વિક્રેતાઓ સાથે વાટાઘાટો કરી છે જેઓ ઉપકરણનો યોગ્ય રીતે નિકાલ કરશે. કંપની તેના નિરીક્ષણ પછી તમારા જૂના ડિવાઇસની કિંમત નક્કી કરશે અને તે મુજબ તમને તમારા ઓર્ડર પર ડિસ્કાઉન્ટ મળશે.

જો ડિવાઇસને રિપેર કરી શકાશે તો કંપની તેને રિપેર કરશે અથવા તેને રિસાયકલ કરવામાં આવશે. જો આ બંને શક્ય ન હોય તો કંપની તેને ડિસ્પોઝ માટે મોકલશે. ફ્લિપકાર્ટના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને હેડ ઓફ ન્યૂ બિઝનેસ આદર્શ મેનને જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં ત્રીજો સૌથી મોટો ઈ-વેસ્ટ જનરેટર છે (2019માં 3.2 મિલિયન ટન). MEITY પોલિસી પેપર મુજબ, રિસાયક્લિંગ માટે માત્ર 10 ટકા કચરો એકત્ર થાય છે જે ખૂબ જ ઓછો છે. આપણે આ દિશામાં વધુ કામ કરવાની જરૂર છે જેથી ઈ-વેસ્ટનો નિકાલ યોગ્ય રીતે થઈ શકે.

Continues below advertisement

આદર્શ મેનને વધુમાં જણાવ્યું હતું કે કંપનીનો નવો એક્સચેન્જ પ્રોગ્રામ લોકોને જૂના ઉપકરણોમાંથી નવા ઉપકરણો પર સ્વિચ કરવામાં આર્થિક રીતે મદદ કરશે અને તે પર્યાવરણને બચાવવામાં પણ અસરકારક સાબિત થશે.                           

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial