UIDAI તરફથી એક ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે, હવે તમે પહેલાંથી ડાઉનલોડ કરેલા એમઆધાર એપને અન ઈન્સ્ટોલ કરો. આની જગ્યાએ તમે નવી આધાર એપને ડાઉન લોડ કરો. આ ટ્વીટમાં એન્ડ્રોઈડ અને આઈઓએસ પ્લેટફોર્મ એપ ડાઉનલોડ કરવાની લિંક પણ આપવામાં આવી છે.
એક અન્ય ટ્વીટમાં આ નવી એપ અંગે જણાવતા લખ્યું હતું કે, આ આધાર સેવાઓ માટે બે પ્રકારના સેક્શન હશે. પહેલું સેક્શનનું નામ આધાર સર્વિસેઝ ડેશબોર્ડ છે. આ સેક્શન કોઈપણ આધાર કાર્ડ ગ્રાહકના તમામ આધાર ઓનલાઈન સેવાઓ સાથે સિંગલ વિન્ડો એપ્લિકેબલ છે.
બીજા સેક્શનનું નામ માય આધાર સેક્શન છે. આ સેક્શનમાં તમે જે આધાર પ્રોફાઈલને એડ કરશો એને પોતાની જરૂરત અને સુવિધાના હિસાબથી પર્સનલાઈઝ કરી શકાશે.
UIDAIથી આ એપની સૌથી સારી બાબત તો એ છે કે આધારકાર્ડ લઈને ક્યાંય ફરવાની જરૂર નથી. તમે આધારકાર્ડ અંગે તમામ સેવાઓ તમારા એમઆધારની મદદથી લઈ શકો છો. આ એપ દ્વારા તમે બાયોમેટ્રીક લોક કે અનલોક પણ કરી શકો છો.