AC Tips: ઉનાળામાં એર કંડિશનર (AC) આપણા જીવનનો મહત્વનો હિસ્સો બની જાય છે, પરંતુ જો તેની યોગ્ય દેખભાળ કરવામાં ન આવે તો આ મશીન મોટો ખતરો પણ બની શકે છે. ઘણીવાર બેદરકારીને કારણે ACમાં બ્લાસ્ટ કે આગ લાગવા જેવી ઘટનાઓ સામે આવે છે. આવી સ્થિતિમાં કેટલીક જરૂરી બાબતોનું ધ્યાન રાખીને તમે પણ આ જોખમથી બચી શકો છો.
સમયસર સર્વિસ ન કરાવવીACની સમયાંતરે સર્વિસ અત્યંત જરૂરી છે. જો લાંબા સમય સુધી તેની સફાઈ અને મેન્ટેનન્સ ન થાય તો અંદર ધૂળ અને ગંદકી જમા થઈ જાય છે. આનાથી મશીન પર દબાણ વધે છે અને ઓવરહીટિંગનો ખતરો પેદા થાય છે. આ જ કારણસર આગળ જતાં મોટી દુર્ઘટના થઈ શકે છે.
ખરાબ વાયરિંગ બની શકે છે ખતરાનું કારણઅવારનવાર લોકો AC લગાવતી વખતે વાયરિંગ પર વધુ ધ્યાન આપતા નથી. સસ્તી કે નબળી ક્વોલિટીની વાયરિંગ શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે. જ્યારે વીજળીનો લોડ વધારે હોય છે ત્યારે તાર ગરમ થઈને સળગી શકે છે, જેનાથી આગ કે બ્લાસ્ટનો ખતરો વધી જાય છે. એટલા માટે હંમેશા એસી લગાવતી વખતે વાયરિંગનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ગેસ લીકેજACમાં વપરાતો ગેસ જો લીક થવા લાગે તો તે અત્યંત ખતરનાક બની શકે છે. ગેસ લીકેજથી માત્ર કુલિંગ ઓછું નથી થતું પણ તે આગ પકડવાનું જોખમ પણ વધારી દે છે. જો તમને AC માંથી અજીબ ગંધ આવે અથવા કુલિંગ અચાનક ઓછું થઈ જાય તો તરત જ તપાસ કરાવો.
સતત કલાકો સુધી ચલાવવું પણ યોગ્ય નથીઘણા લોકો ગરમીથી રાહત મેળવવા માટે ACને રોકાયા વગર કલાકો સુધી ચલાવતા રહે છે. આનાથી મશીન પર સતત દબાણ પડે છે અને તેના પાર્ટ્સ ગરમ થઈ શકે છે. વધુ સારું છે કે વચ્ચે-વચ્ચે ACને થોડો આરામ આપો જેથી તે ઓવરહીટ ન થાય. આ સિવાય AC ખરાબ થવા પર ઘણા લોકો પૈસા બચાવવા માટે લોકલ કે હલકી ગુણવત્તાના પાર્ટ્સ લગાવી દે છે. આ નાની બચત પાછળથી મોટી સમસ્યા બની શકે છે. આવા પાર્ટ્સ જલ્દી ખરાબ થાય છે અને મશીનની સુરક્ષા પર અસર કરે છે.
જૂના Split AC પર ખતરોમોટાભાગના કિસ્સાઓમાં જૂના સ્પ્લિટ એસીમાં બ્લાસ્ટ થતા જોવા મળ્યા છે. હકીકતમાં, સ્પ્લિટ એસીનું આઉટડોર યુનિટ તડકામાં ઝડપથી ગરમ થઈને બ્લાસ્ટ થઈ જાય છે. તેનું કારણ એસી પર વધુ લોડ અને નિયમિત સર્વિસ ન કરાવવી તે છે. સાથે જ ઉનાળાની ઋતુમાં તાપમાન ખૂબ વધી જાય છે અને ત્યારબાદ ખૂબ જ ઓછા ટેમ્પરેચર પર એસી ચલાવવાથી એસી પર વધારે લોડ પડે છે, જેનાથી વર્ષો જૂના થઈ ગયેલા એસી બ્લાસ્ટ થઈ જાય છે. આ માટે એસીના આઉટડોર યુનિટને સીધા તડકામાં રાખવાથી બચવું જોઈએ.
સુરક્ષિત રહેવા માટે શું કરવું?ACને સુરક્ષિત રાખવા માટે હંમેશા અધિકૃત (ઓથરાઈઝ્ડ) ટેકનિશિયન પાસે જ સર્વિસ કરાવો, સારી ગુણવત્તાના વાયરિંગનો ઉપયોગ કરો અને કોઈ પણ પ્રકારના અસામાન્ય અવાજ કે ગંધને અવગણશો નહીં. સાથે જ, યોગ્ય તાપમાન (24-26 ડિગ્રી) પર AC ચલાવવું પણ વધુ હિતાવહ છે.
