નવી દિલ્હીઃ બ્રૉડબેન્ડ સેક્ટરમાં કૉમ્પિટિશન વધી ગઇ છે, આ કારણે કંપનીઓ યૂઝર્સને લોભાવવા માટે નવા નવા પ્લાન ઓફર કરી રહી છે. આ કડીમાં ACT Fibernetએ યૂઝર્સને 20 ટકા વધુ ડેટાની સાથે 1000GB સુધી ફ્રી ડેટા ઓફર કરવાની શરૂઆત કરી દીધી છે. કંપની 1000જીબી સુધી ફ્રી ડેટા પોતાના એન્યૂઅલ પ્લાન્સની સાથે આપી રહી છે. જાણો ડિટેલમાં......


799 રૂપિયા વાળો બ્રૉડબેન્ડ પ્લાન....
કંપનીના આ પ્લાનનુ નામ સિલ્વર પ્રૉમો બ્રૉડબેન્ડ પ્લાન છે. જો યૂઝર આ પ્લાનને છ મહિના માટે સબ્સક્રાઇબ કરે છે, તો તેને છ મહિના માટે 1000જીબી ડેટા ફ્રી મળશે. સામાન્ય રીતે આ પ્લાનમા યૂઝરને દર મહિને FUP લિમીટની સાથે 1000જીબી ડેટા મળે છે.

1,049 રૂપિયા વાળો બ્રૉડબેન્ડ પ્લાન....
આ કંપનીનો પ્લેટિનમ પ્લાન છે. દર મહિને 2000જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. પ્લાનને છ મહિના માટે સબ્સક્રાઇબ કરવા પર ફ્રી ઇન્સ્ટૉલેશનની સાથે 1000જીબી એક્સ્ટ્રા ડેટા ફ્રી મળશે.

1,349 રૂપિયા વાળો બ્રૉડબેન્ડ પ્લાન....
ACT ફાઇબરનેટનો આ ડાયમન્ડ પ્લાન છે. આમાં કંપની 300Mbpsની સ્પીડથી FUP લિમીટની સાથે 3TB ડેટા ઓફર કરી રહી છે. આ પ્લાન કંપની બે સેમી એન્યૂઅલ પેકની સાથે ઓફર કરી રહી છે. આ છ મહિનાનુ સબ્સક્રિપ્શન છે. આમાં યૂઝરને એક મહિનાની એક મહિનાની એક્સ્ટ્રા ફ્રી સર્વિસ, ફ્રી વાઇ-ફાઇ રાઉટર અને છ મહિનાની વેલિડિટી સાથે 1000જીબી ડેટા આપી રહી છે.