Airtel 5G : ભારતીય એરટેલ દેશભરમાં પોતાની 5G નેટવર્ક સર્વિસને રૉલઆઉટ કરવામાં લાગી છે, એરટેલની સાથે જિયોએ પણ પોતાની 5G સર્વિસને ભારતમાં કેટલાય શહેરો સુધી પહોંચાડી રહી છે. હવે એરટેલે ઇન્ફાલ, અમદાવાદ, અને ગાંધીનગરમાં 5G લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. Airtel 5G Plus ભારતમાં એકમાત્ર ટેલિકૉમ ઓપરેટર છે જેને દેશમાં 5G વ્યવસાયિક રીતે લૉન્ચ કર્યુ છે. Airtelના કૉમ્પિટીટર Reliance Jio હજુ પણ બીટા ફેઝમાં પોતાના Jio True 5G ને રૉલ આઉટ કરી રહી છે. આનું ટેસ્ટિંગ ક્યાર ખતમ થશે, આના વિશે પણ એરટેલ કોઇ જાણકારી નથી આપી. 

અમદાવાદ અને ગાંધીનગરમાં એરટેલ 5G  -અમદાવાદ અને ગાંધીનગરમાં હાઇ સ્પીડ 5G સેવાઓની શરૂઆત કરતા એરટેલે કહ્યું કે, અમે એસજી હાઇવે, મેમનગર, સેટેલાઇટ, નવરંગ પુરા, સાબરમતી, મોટેરા, ચાંદખેડા, સાઉથ બોપલ, ગોમતીપુર, મેમકો, અમદવાદમાં બાપુનગર અને કોબા, રાયસનમાં સરગાસન, પેથાપુર, અને ગાંધીનગર શહેરના અન્ય મુખ્ય સ્થાન પર 5G સર્વિસ શરૂ કરી છે. 

ઇમ્ફાલમાં એરટલે 5G - ઇમ્ફાલમાં એકમ્પત વિસ્તાર, યુદ્ધ કબ્રસ્તાન, દેવલાલેન્ડ વિસ્તાર, તાકીલપત વિસ્તાર, રિમ્સ ઇન્ફાલ વિસ્તાર, નવુ સચિવાલય, બાબુપારા વિસ્તાર, નગરમ, ઘડી, ઉરીપોક, સાગોલબંદ અને અન્ય સિલેક્ટેડ સ્થાનો પર 5જી સર્વિસ શરૂ કરી છે. 

Airtel 5G આ શહેરોમાં ઉપલબ્ધ છે -

હૈદરાબાદચેન્નાઇદિલ્હીમુંબઇબેગ્લુરુસિલીગુડીનાગપુરવારાણસીપાનીપતગુરુગ્રામગુવાહાટીપટનાલખનઉશિમલાઇન્ફાલઅમદાવાદગાંધીનગર

Jio 5G આ શહેરોમાં ઉપલબ્ધ છે -

દિલ્હી-એસીઆરમુંબઇવારાણસીરાજસ્થાનપુણેહૈદરાબાદબેંગ્લુરુચેન્નાઇકોલકત્તાગુજરાત 

 

Airtel 5G Plus નેટવર્ક વાળા એરપોર્ટ -

નાગપુરમાં ડૉ બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટવારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટટર્મિનલ 2, બેંગ્લુરુમાં કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ.

VI ની સ્થિતિ

ભારતની બે મોટી કંપની Jio અને Airtel દેશભરમાં તેમની 5G સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે, પરંતુ ભારતની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર Vodafone Idea (Vi) હજુ પણ આ રેસમાં પાછળ છે. વોડાફોન આઈડિયાએ તેની 5જી સેવાઓ શરૂ કરવા અંગે કોઈ તારીખ જાહેર કરી નથી. હવે કારણ વિશે વાત કરીએ તો, અહેવાલો અનુસાર, કંપની ફંડિંગ સમસ્યાઓના કારણે 5G લોન્ચમાં વિલંબ કરી રહી છે. દેશમાં એરટેલ બાદ, જિઓ અને અને વૉડાફોન-આઇડિયા પણ ધીમે ધીમે 5જી સર્વિસ આપવાની કામગીરી પર આગળ વધી રહી છે.