Elon Musk Twitter: એલન મસ્ક ટ્વીટરના નવા માલિક બની ચૂક્યા છે. તેમને 44 અબજ ડૉલરમાં એટલે કે લગભગ 3.37 લાખ કરોડ રૂપિયામાં ટ્વીટર ખરીદ્યુ છે. જ્યારથી એલન મસ્કે ટ્વીટર લીધુ છે, ત્યારથી ટ્વીટરમાં મોટા પાયે ફેરફારો થઇ રહ્યાં છે. ટ્વીટરના ટેકઓવર બાદ એલન મસ્કે માત્ર સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ જ નહીં પરંતુ કંપનીની અંદર પણ કેટલાય ફેરફારો કર્યા છે. હવે કંપનીના અંદરના ફેરફારોની વાત કરવામાં આવે તો, કર્મચારીઓની છટ્ટણી મુખ્ય મુદ્દો બની ચૂક્યો છે. જો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મની વાત કરવામાં આવે તો બ્લૂ ટિક સબ્સક્રિપ્શન ખુબ ચર્ચામાં રહ્યું છે. અમે તમને એ તમામ ફેરફારો વિશે બતાવી રહ્યાં છે, જે એલન મસ્કના આવ્યા બાદ ટ્વીટરમાં થયા છે.... 


એલન મસ્કે કર્યા ટ્વીટરમાં આ મોટા ફેરફારો  - 


સીનિયર કર્મચારીઓની છુટ્ટી - 
એલમ મસ્કે ટ્વીટરને ખરીદ્યા બાદ સૌથી પહેલી સીનિયર કર્મચારીઓની છુટ્ટી કરી, આ બધામાં એલને ભારતીય મૂળના ટ્વીટર સીઇઓ પરાગ અગ્રવાલને પણ ટ્વીટરમાથી કાઢી મુક્યા, આ ઉપરાંત ટ્વીટરના બૉર્ડ ઓફ ડાયરેક્ટર્સને પણ બહારનો રસ્તો બતાવ્યો. ઉલ્લેખનીય છે કે, ટ્વીટરના ટેકઓવર પહેલા જ મસ્કે પરાગ અગ્રવાલ સહિત કેટલાય અધિકારીઓ પર તેમને ગુમરાહ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. 


જૂનિયર કર્મચારીની છુટ્ટી - 
એલન મસ્કે ટ્વીટરના નવા બૉસ બન્યા બાદ માત્ર વરિષ્ઠ જ નહીં પરંતુ નીચલા સ્તરના કર્ચમારીઓની પણ છટ્ટણી કરી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એલન મસ્ક કંપનીની અડધાથી વધુ કર્મચારીઓની છટ્ટણી કરી ચૂક્યા છે. મસ્કે પોતાના આ ફેંસલાને બતાવ્યો હતો કે, તેને દર દિવસે 4 મિલિયન અમેરિકન ડૉલરનુ નુકશાન થઇ રહ્યું હતુ. 


બ્લૂ ટિક સબ્સક્રિપ્શન - 
એલન મસ્કના ટેકઓવરથી પહેલા બ્લૂ ટિક બિલકુલ ફ્રી હતુ, પહેલા ટ્વીટર વિના કોઇ કિંમતથી જ કંપનીઓ, નેતાઓ, સેલિબ્રિટીઓ, પત્રકારો સહિત જાણીતી હસ્તીઓને બ્લૂ ટિક આપતુ હતુ. હવે જે લોકો સામાન્ય ફોનમાં ટ્વીટરનું બ્લૂ ટિક સબ્સક્રિપ્શન લે છે, તેને 8 ડૉલર પ્રતિ માસ અને આઇફોન યૂઝર્સને 11 ડૉલર પ્રતિ માસના હિસાબથી પૈસા આપવા પડશે. 


પૈરોડી એકાઉન્ટ વાળાઓ માટે નવી ગાઇડલાઇન્સ - 
પૈરોડી એકાઉન્ટ ચલાવનારા યૂઝર્સ માટે એલને નવી ગાઇડલાઇન્સ રિલીઝ કરી છે, એલન મસ્કે ટ્વીટ કરીને બતાવ્યુ કે હવે પૈરોડી એકાઉન્ટ ચલાવનારા યૂઝર્સને માત્ર બાયૉ (BIO) જ નહીં પરંતુ પોતાના નામમાં પણ 'પૈરોડી' લખવુ પડશે.