સેફ્ટીનુ રાખવામાં આવ્યુ ધ્યાન
એરટેલ તરફથી એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યુ છે કે Airtel Safe Payમાં સુરક્ષાનો બહુ ખ્યાલ રાખવામાં આવ્યો છે. આમાં યૂઝર્સ સેફ રીતે પૈસા મોકલી અને મેળવી શકે છે. આ ટૂ ફેક્ટર ઓથૉન્ટિકેશન સિસ્ટમથી સારી બતાવવામાં આવી રહી છે.
ફ્રૉડને બચાવવાનો હેતુ
Airtel અનુસાર આ સર્વિસની શરૂઆત યૂઝર્સને ઓનલાઇન થનારા ફ્રૉડને બચાવવાના હેતુથી કરવામાં આવી છે. આના દ્વારા યૂઝર્સ કોઇપણ ફ્રૉડ વિના ટ્રાન્ઝેક્શન કરી શકે છે. કંપની તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બિલકુલ સેફ પેમેન્ટ સર્વિસ છે, સાથે આસાન પણ બતાવવામાં આવી રહી છે.
આ રીતે યૂઝ કરો Airtel Safe Pay
Airtel Safe Payને Airtel Payments Bankમાં જઇને શરૂ કરી શકાય છે.
આના માટે સૌથી પહેલા પોતાના સ્માર્ટફોનમાં Airtel Thanks એપ ઓપન કરવી પડશે.
હવે સ્ક્રીન પર નીચે Payments Bankનો ઓપ્શન દેખાશે, અહીં તમારે ક્લિક કરવાનુ છે.
એટલુ કર્યા બાદ તમારા દ્વારા એડ કરવામાં આવેલા એકાઉન્ટના સેફ પે સ્ટેટ ડિએક્ટિવેટેડ દેખાશે.
તમે જેવુ એકાઉન્ટ પર ક્લિક કરશો, તમને ઇનેબલ સેફ પેનો ઓપ્શન દેખાશે.
આને ઇનેબલ કર્યા બાદ નેટ બેન્કિંગ અને યુપીઆઇ પેમેન્ટ્સ કરી શકાશે.
હવે દરેકવાર ટ્રાન્ઝેક્શન કરવા એલર્ટ મેસેજ પ્રાપ્ત થશે અને તમારી સહમતિ બાદ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન થઇ શકશે.