નવી દિલ્હીઃ ઇ-કોમર્સ પ્લેટફોર્મ અમેઝોન પર Amazon Republic Day સેલની શરૂઆત 20 જાન્યુઆરીથી થવા જઇ રહી છે. અમેઝોન પ્રાઇમ મેમ્બર્સ માટે આ સેલનુ પેજ 19 જાન્યુઆરીથી જ લાઇવ કરી દેવામાં આવ્યુ છે. સેલમાં મોંઘા સ્માર્ટફોનને ગ્રાહકો સસ્તી કિંમતે આસાનીથી ખરીદી શકશે.

સેલમાં SBI ક્રેડિટ કાર્ડ્સ અને ક્રેડિટ ઇએમઆઇથી પેમેન્ટ કરવા પર 10 ટકાની છૂટ આપવામાં આવી રહી છે. સેલમાં બજાજ ફાયનાન્સ, અમેઝોન પે, આઇસીઆઇસીઆઇ, ક્રેડિટ કાર્ડ સહિત કેટલાય ડેબિટ કાર્ડ દ્વારા No Cost EMI પર ઓફર આપવામાં આવી રહી છે.

(પ્રતિકાત્મક તસવીર)

મળશે 40 ટકા સુધીનુ Off
Amazon Republic Day સેલમાં Samsung, OnePlus, LG, Xiaomi, Bosch, HP, Lenovo, JBL, boAt, Sony, Amazfit, Canon, Fujifilm જેવી કંપનીઓની પ્રૉડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહી છે. જોકે, કેટલુ ડિસ્કાઉન્ટ છે તેનો ખુલાસો નથી થયો, આ સેલમાં મોબાઇલ અને એસેસરીઝ પર 40 ટકા સુધીના ઓફની ઓફર મળશે.

આ સ્માર્ટફોન પર મળશે ડિસ્કાઉન્ટ.....
Amazon Republic Day સેલમાં iPhone 12 mini, Samsung Galaxy M31s, Redmi Note 9 Pro, OnePlus 8 Pro 5G, Oppo A31 સહિતના કેટલાક લેટેસ્ટ સ્માર્ટફોન્સ પર શાનદાર ઓફર્સ મળશે.