Instagram પર આવ્યુ કમાલનુ ફિચર, હવે ડિલીટ કરવામાં આવેલી પૉસ્ટ પણ જોઇ શકશો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Feb 2021 02:17 PM (IST)
ખાસ વાત છે કે, ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીમાં તમે કંઇપણ નાંખો છો તો તે 24 કલાકની અંદર ડિલીટ થઇ જાય છે, પરંતુ હવે નવા ફિચરના આવ્યા બાદ તમે જુની પૉસ્ટને આસાનીથી રિસ્ટૉર કરી શકો છો
નવી દિલ્હીઃ ઇન્સ્ટાગ્રામનો ક્રેઝ લોકોમાં ઝડપથી વધી રહ્યો છે. તમે અહીં તમારો ફોટો, વીડિયો કે કોઇ પૉસ્ટ શેર કરી શકો છો. કંપની પોતાના યૂઝર્સની સવલત પ્રમાણે નવા નવા ફિચર્સ અપડેટ કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ ફિચર જોડવામાં આવ્યુ છે, જેની મદદથી ડિલીટ કરેલી પૉસ્ટને પણ જોઇ શકાશે. ખાસ વાત છે કે, ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીમાં તમે કંઇપણ નાંખો છો તો તે 24 કલાકની અંદર ડિલીટ થઇ જાય છે, પરંતુ હવે નવા ફિચરના આવ્યા બાદ તમે જુની પૉસ્ટને આસાનીથી રિસ્ટૉર કરી શકો છો. આ માટે તમારે 30 દિવસની રાહ નહીં જોવી પડે, તમે 24 કલાકની અંદરજ ઇન્સ્ટા સ્ટૉરીને રિસ્ટૉર કરી શકશો. ઇન્સ્ટાગ્રામે આ ખાસ ફિચરની જાણકારી પોતાના બ્લૉગ પર શેર કરી છે. જેમાં કહેવામા આવ્યુ છે કે યૂઝર્સ હવે નવા અપડેટ બાદ ડિલીટ થયેલી પૉસ્ટ પણ આસાનીથી જોઇ શકશે. આ ઉપરાંત તેને રિસ્ટૉર કરવાનો પણ ઓપ્શન મળશે. જોકે, આ ફિચરને હજુ તમામ લોકો માટે રૉલઆઉટ નથી કરવામાં આવ્યુ, માત્ર કેટલાય યૂઝર્સ જ આનો ઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ હવે આગામી સમયમાં તમામ યૂઝર્સને આની સુવિધા મળી જશે. કઇ રીતે કરશે નવુ ફિચર કામ... આ ફિચરને અપડેટ કરવા માટે તમે Instagram એપના સેટિંગ્સમાં જાઓ, અહીં તમને એકાઉન્ટનુ ઓપ્શન મળશે. હવે અહીં Recently Deleted ઓપ્શન હશે, જેમાં તમે ડિલીટ થયેલી પૉસ્ટને જોઇ શકો છો. ઉલ્લેખનીય છે કે પહેલા ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીઝને 30 દિવસની અંદર રિસ્ટૉર કરી શકાતી હતી, હવે નવુ અપડેટ આવ્યા બાદ તમે તેને 20 કલાકમાં પણ રિસ્ટૉર કરી શકો છો.