Apple Watch Series 9 Launched: Apple Smartwatch Series 9 લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ આ સીરીઝમાં S9 ચિપનો ઉપયોગ કર્યો છે જે સીરીઝ 8 કરતા વધુ સારું પરફોર્મન્સ આપે છે. આ વખતે નવી સીરીઝમાં કંપનીએ ડબલ ટેપ ફીચર આપ્યું છે જેની મદદથી તમે કોલને કાપી શકો છો અથવા તો ઉપાડી શકો છો. ડબલ ટેપ માટે તમારે બે આંગળીઓને એકસાથે સ્પર્શ કરવી પડશે. તમે સ્ટારલાઇટ, સિલ્વર, મિડનાઇટ અને રેડ કલરમાં Apple સ્માર્ટવોચ સિરીઝ 9 ખરીદી શકશો. 


તમે Apple Watch SE નું નવું મોડલ $249 ની પ્રારંભિક કિંમતે ખરીદી શકો છો. જ્યારે Apple Watch Series 9 ને $399 માં અને Apple Watch Ultra 2 ને $799 માં ખરીદી શકાય છે. તમે આજથી પ્રી-ઓર્ડર કરી શકો છો.




કંપનીએ ગયા વર્ષે એપલ વોચ અલ્ટ્રા લોન્ચ કરી હતી. આ બ્રાન્ડ તેની નેક્સ્ટ જનરેશન સાથે આવી છે. આમાં તમને મોટી સ્ક્રીન અને વોચ 9ના તમામ ફીચર્સ મળશે. આના પર તમને મોડ્યુલર અલ્ટ્રા નામનો એક્સક્લુઝિવ વોચ ફેસ મળશે, જે દિવસ અને રાત બંને સ્થિતિમાં અલગ-અલગ રીતે કામ કરશે.


48MP પ્રાઈમરી કેમેરા સાથે લોન્ચ થયો iPhone 15 અને 15 પ્લસ, જાણો કિંમત 


 કેલિફોર્નિયામાં Apple હેડક્વાર્ટર 'સ્ટીવ જોબ્સ થિયેટર'માંથી Appleએ વૈશ્વિક સ્તરે iPhone 15 અને 15 Plusને  લોન્ચ કર્યા છે. બંને સ્માર્ટફોન એપલના ઈતિહાસમાં પ્રથમ વખત 48MP પ્રાઈમરી કેમેરા સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. આનો અર્થ એ થયો કે આ પહેલીવાર છે જ્યારે કંપની કોઈપણ શ્રેણીના બેઝ મોડલમાં 48MP કેમેરા ઓફર કરી રહી છે. બંને ફોન યુએસબી ટાઈપ સી-ચાર્જિંગ પોર્ટ અને મોટી બેટરી ઓફર કરે છે.


કિંમત આ રહેશે 


કિંમત વિશે વાત કરીએ તો, Appleએ iPhone 15નું 128GB વેરિઅન્ટ $799માં અને iPhone 15 Plusનું 128GB વેરિઅન્ટ $899માં લૉન્ચ કર્યું છે. એટલે કે ભારતમાં તમને આ 66,195 રૂપિયા અને 74,480 રૂપિયામાં મળશે. નોંધ, ભારતીય કિંમત કંપનીએ હજુ સુધી શેર કરી નથી. 


કંપનીએ પ્રો વેરિઅન્ટમાં એક એક્શન બટન આપ્યું છે, જેની મદદથી તમે ઘણી વસ્તુઓ કરી શકો છો. આ બટનને ઘણા હેતુઓ માટે કસ્ટમાઇઝ કરી શકાય છે. તેમાં A17 બાયોનિક ચિપસેટ છે. ફોન USB Type-C પોર્ટ સાથે આવે છે. 


કંપનીએ તેમાં ટાઇટેનિયમ બોડીનો ઉપયોગ કર્યો છે. આમાં બેજલ પણ ઓછી કરવામાં આવી છે, જેના કારણે તમને મોટી સ્ક્રીન મળશે. તમે તેને 6.1-ઇંચ અને 6.7-ઇંચની સ્ક્રીન સાઇઝમાં ખરીદી શકો છો. આ સ્ક્રીન સાઈઝ અનુક્રમે iPhone 15 Pro અને iPhone 15 Pro Maxની છે.