Apple Event 2023 Live: iPhone 15 લોન્ચ, 6.1 ઇંચ ડિસ્પ્લે અને 48MP કેમેરા સાથે 5 કલરમાં ઉપલબ્ધ થશે

એપલ વાર્ષિક ઇવેન્ટ જેને વર્ષની સૌથી મોટી ટેક ઇવેન્ટ પણ કહેવામાં આવે છે તે આજે રાત્રે 10.30 વાગ્યે (ભારતીય સમય મુજબ) શરૂ થશે.

gujarati.abplive.com Last Updated: 12 Sep 2023 11:27 PM
iPhone 15 અને iPhone 15 Plusની કિંમત

કંપનીએ આ સ્માર્ટફોન્સની કિંમત જાહેર કરી છે. iPhone 15 $799 થી શરૂ થશે. જ્યારે iPhone 15 Plusની કિંમત $899 થી શરૂ થશે. કંપનીએ ભારતીય બજારમાં કિંમત જાહેર કરી નથી.

આખરે ટાઈપ-સી પોર્ટ આવી ગયું છે

યુએસબી ટાઇપ-સી આપવામાં આવ્યું છે. કંપનીએ આખરે પોતાનો ફોન આ પોર્ટ સાથે લોન્ચ કર્યો છે. કંપનીએ કહ્યું છે કે તેની મદદથી તમે ઈયરબડ, આઈફોન અને અન્ય પ્રોડક્ટ્સ ચાર્જ કરી શકશો.

નોઈઝ કેન્સલેશન અને SOS ફીચર

કૉલમાં મશીન લર્નિંગનો ઉપયોગ થવો જોઈએ. આ ફીચરની મદદથી તમે ફોન પર નોઈઝ કેન્સલેશનનો ઉપયોગ કરી શકો છો. આનો અર્થ એ છે કે તમારી આસપાસ ગમે તેટલો ઘોંઘાટ હોય, ફોન કૉલ દરમિયાન તમને આ અવાજ સંભળાશે નહીં. કંપની તેના SOS અને સેટેલાઇટ કૉલિંગ ફીચર્સનો પણ વિસ્તરણ કરી રહી છે. કંપનીએ ઈમરજન્સી માટે રોડ સાઈટ આસિસ્ટન્ટ ફીચર ઉમેર્યું છે, જેની મદદથી તમે સેટેલાઈટ કનેક્ટિવિટી દ્વારા તમારો ઈમરજન્સી મેસેજ મોકલી શકશો. સેટેલાઇટ સુવિધા બે વર્ષ માટે મફતમાં ઉપલબ્ધ રહેશે.

નવી ડિસ્પ્લે, પાવરફુલ કેમેરા અને A16 બાયોનિક ચિપસેટ મળશે

Appleના લેટેસ્ટ iPhone 15 અને iPhone 15 Plusમાં યુઝર્સને નવો 48MPનો મેઈન કેમેરા આપવામાં આવ્યો છે. કંપનીએ તેમાં A16 Bionic ચિપસેટ આપી છે, જે ગયા વર્ષના પ્રો વેરિએન્ટમાં ઉપલબ્ધ હતી. નોન-પ્રો મોડલ હવે પરફોર્મન્સની દ્રષ્ટિએ વધુ પાવરફુલ હશે. આમાં તમને વધુ સારું બેટરી બેકઅપ મળશે. કંપનીએ તેમાં વાયર્ડ અને વાયરલેસ કનેક્ટિવિટી બંને વિકલ્પો ઉમેર્યા છે.

એપલે આઈફોનની નવી સીરીઝ લોન્ચ

એપલે આઈફોનની નવી સીરીઝ લોન્ચ કરી છે. કંપનીએ iPhone 15 અને iPhone 15 Plus લોન્ચ કર્યા છે. આ સ્માર્ટફોન 48MP મુખ્ય કેમેરા સાથે આવશે. તમને તેમાં અન્ય ઘણા કેમેરા ફીચર્સ મળશે. આ સાથે તમને નવી ફ્રન્ટ ડિઝાઇન મળશે. કંપનીએ નોચને હટાવી દીધો છે અને નોન-પ્રો વેરિઅન્ટમાં પણ ડાયનેમિક આઇલેન્ડ સાથે નવી ડિસ્પ્લે આપી છે. એટલે કે તમને નોચ નહીં પણ પંચ હોલ કટઆઉટ મળશે.

Appleની મોટી જાહેરાત, નેટ-ઝીરો હશે કાર્બન

એપલે જાહેરાત કરી છે કે તેમની પ્રોડક્ટમાં કાર્બન ટૂંક સમયમાં ખતમ થઈ જશે. વર્ષ 2030 સુધીમાં  તેમના તમામ પ્રોડક્ટમાં નેટ ઝીરો ઈમ્પેક્ટ ઓન નેચરનો બાગ હશે. એટલે કે કંપની કાર્બન ન્યુટ્રલ બની જશે. 

Apple Watch 9  સિરીઝ લોન્ચ 

Apple Watch માં એક નવું ફીચર ઉમેર્યું છે. હવે તમે એક હાથથી ઘડિયાળનો ઉપયોગ કરી શકશો. તમે જે હાથ પર ઘડિયાળ પહેરી છે તેની આંગળી અને અંગૂઠાને બે વાર ટેપ કરીને તમે વોચ ઓપરેટ કરી શકશો.  કંપનીએ આ ફીચરને ડબલ ટૅપ નામ આપ્યું છે.  Apple Watch  પાંચ કલરમાં ઉપલબ્ધ હશે.

Apple Event 2023: Apple Watch 9 સીરીઝ લોન્ચ

Apple એ ઇવેન્ટ શરૂ કરતી વખતે Apple Watch 9 ની જાહેરાત કરી છે. આમાં યુઝર્સને S9 ચિપ જોવા મળશે. હવે તમે ઘડિયાળનો ઉપયોગ કરીને સિરી પાસેથી તમારો સ્વાસ્થ્ય ડેટા માંગી શકશો. શરૂઆતમાં આ સુવિધા અંગ્રેજી અને મેન્ડરિનમાં ઉપલબ્ધ હશે. તમે સરળતાથી iPhone શોધી શકશો.

Apple Event Live Updates: ટિમ કુકે ઇવેન્ટની શરૂઆત કરી

ટિમ કુકે ઇવેન્ટની શરૂઆત કરી છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે આ ઈવેન્ટ નવા આઈફોન અને વોચ પર આધારિત હશે. જો કે, આની સાથે તેણે અગાઉની ઇવેન્ટમાં લૉન્ચ થયેલા MacBook અને અન્ય Mac ઉત્પાદનોની સાથે Apple Vision Pro વિશે ચર્ચા કરી છે.

Apple Event Live Updates: Apple Watch ના SOS ફીચર સાથે શરૂઆત

એપલે તેની ઈવેન્ટ શરૂ કરી દીધી છે. ઇવેન્ટની શરૂઆતમાં કંપનીએ બતાવ્યું છે કે કેવી રીતે Apple Watchએ લોકોનો જીવ બચાવ્યો છે. જેના કારણે તે આજે પરિવાર સાથે આનંદ માણી રહ્યા છે.

Apple Event 2023 Live: Appleની વન્ડરલસ્ટ ઇવેન્ટ શરૂ 

Appleની વન્ડરલસ્ટ ઇવેન્ટ શરૂ થઈ છે અને તેની શરૂઆત એપલ પ્રોડક્ટ્સ સાથે વિશ્વભરના વિવિધ લોકોના અનુભવો દર્શાવતી એક શોર્ટ ફિલ્મથી થઈ છે.

Apple iPhone 15 Live: પ્રો મોડલનું પ્રદર્શન સારું રહેશે

Apple iPhone 15 Live:  iPhone 15 Pro અને iPhone 15 Ultra બંનેને A17 બાયોનિક ચિપસેટ દ્વારા સપોર્ટ કરવામાં આવશે જે TSMC દ્વારા તેના 3nm પ્રોસેસ નોડનો ઉપયોગ કરીને પ્રથમ વખત બનાવવામાં આવ્યો છે. A17 બાયોનિક ચિપસેટ CPU અને GPU બંનેનું પ્રદર્શન 10 થી 15 ટકા વધારશે તેવું કહેવાય છે.

Apple Event 2023 Live: iPhone 15ની કિંમત કેટલી હોઈ શકે

iPhone 15ની કિંમત $799 (અંદાજે 65,000 રૂપિયા) થી શરૂ થઈ શકે છે. તે જ સમયે iPhone 15 Plusની કિંમત $899 (અંદાજે 75,000 રૂપિયા) થી શરૂ થઈ શકે છે.

Apple Event 2023 Live: iPhone 15ની નવી સિરીઝમાં શું ખાસ હોઈ શકે છે

iPhone 15 ની નવી સિરીઝ ઘણા ફેરફારો સાથે આવી રહી છે જેમાં USB Type-C ચાર્જર, મોટી બેટરી, પ્રો મોડલ્સમાં વધુ સારી ઝૂમિંગ ક્ષમતા, પેરિસ્કોપ લેન્સ અને ફાસ્ટ ચાર્જિંગ વગેરેનો સમાવેશ થઈ શકે છે. iPhone Pro મોડલ્સને કંપની આ વખતે  બ્લેક, સિલ્વર, બ્લૂ  અને ટાઇટેનિયમ રંગોમાં ઓફર કરવામાં આવશે. આ બધું રિપોર્ટના આધારે કહેવામાં આવી રહ્યું છે. 

Apple Event 2023 Live: AirPods Pro  અપડેટ  મળી શકે છે

કંપની એરપોડ્સ પ્રો યુએસબી ટાઇપ-સી ચાર્જર સાથે લોન્ચ કરી શકે છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે અન્ય કોઈ હાર્ડવેર અપડેટ્સ હશે નહીં. જો કે, કંપની ચોક્કસપણે તેમાં સોફ્ટવેર અપડેટ્સ કરી શકે છે જે વધુ સારા સ્વચાલિત ઉપકરણ સ્વિચિંગ, એરપોડ્સને મ્યૂટ અને અનમ્યૂટ કરવાની ક્ષમતા પર આધારિત હોઈ શકે છે. 

Apple Event 2023 Live: Apple Event Live ક્યારે અને ક્યાં જોઈ શકશો


Appleની 'Wanderlust' ઇવેન્ટ આજે 12 સપ્ટેમ્બરે ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે. આ અંદાજે 1.30 થી 2 કલાક સુધી ચાલવાની ધારણા છે. જો તમે Appleની આ લાઈવ ઈવેન્ટ જોવા ઈચ્છો છો, તો તમે તેને Appleની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, Apple.com અને Apple TV એપ સહિત ઘણા પ્લેટફોર્મ પર લાઈવ જોઈ શકો છો.

બ્રેકગ્રાઉન્ડ

Apple Event 2023 Live: એપલ વાર્ષિક ઇવેન્ટ જેને વર્ષની સૌથી મોટી ટેક ઇવેન્ટ પણ કહેવામાં આવે છે તે આજે રાત્રે 10.30 વાગ્યે (ભારતીય સમય મુજબ) શરૂ થશે. દુનિયાની સૌથી મોટી ટેક્નોલોજી દિગ્ગજ એપલ તેની 'વન્ડરલસ્ટ ઈવેન્ટ'માં નવી iPhone 15 સીરિઝને લોન્ચ કરવા જઈ રહી છે, જેના પછી iPhone 15ની રાહ પૂરી થવા જઈ રહી છે. કેલિફોર્નિયાના ક્યુપરટિનોમાં એપલના હેડક્વાર્ટરમાં એપલ પાર્કમાં વેન્ડરલસ્ટ ઇવેન્ટ યોજાશે. દર વર્ષે યોજાતી આ વાર્ષિક ઈવેન્ટ એપલ ગેજેટ્સના ચાહકો માટે સૌથી મોટી ઈવેન્ટમાંથી એક છે અને આ માટે એપલના હેડક્વાર્ટરમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.


Apple CEO ટિમ કૂક આ ઇવેન્ટમાં કંપનીની તાજેતરની સિદ્ધિઓ વિશે જણાવશે અને આ વર્ષે ભારતમાં ખોલવામાં આવેલા 2 Apple સ્ટોર્સ વિશે પણ કેટલાક અપડેટ્સ આપી શકે છે. આઇફોન સીરીઝના નવા ઉત્પાદનો લોન્ચ કરવા સાથે, એવી અપેક્ષા છે કે Apple તેની વિયરેબલ વોચના બે મોડલ પણ લોન્ચ કરી શકે છે.


iPhone 15 સિરીઝ સંબંધિત અપડેટ શું હોઈ શકે ? 


લોકો iPhone 15 સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને કંપની Appleની Wanderlust ઇવેન્ટમાં 4 iPhone લોન્ચ કરી શકે છે. તેમાં iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Maxનો સમાવેશ થઈ શકે છે. મીડિયા લીક્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આ સીરીઝ હેઠળ એપલ પ્રો મેક્સના બદલે અલ્ટ્રા નામનો ઉપયોગ કરી શકે છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી. રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં iPhone 15ની કિંમત $799 અથવા 65,000 રૂપિયાથી શરૂ થઈ શકે છે.


આઇફોન સિવાય અન્ય ગેજેટ્સ પણ લોન્ચ કરવામાં આવશે 


બ્લૂમબર્ગે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે iPhone સિવાય Apple ઈવેન્ટમાં તેની નવી સ્માર્ટવોચ સીરિઝ, Apple Airpods અને નવા OS વિશે જાણકારી આપવા જઈ રહી છે. કંપની iOS 17, iPadOS 17 અને watchOS 10 પર અપડેટ આપી શકે છે. Apple Watch Series 9 વિશે એક અપડેટ આવી રહ્યું છે કે આ વખતે તેમાં વધુ સારું હાર્ટ રેટ સેન્સર અને U2 ચિપ મળશે. આ સિરીઝ 2 સાઈઝમાં ઉપલબ્ધ હશે, જેમાંથી એક 41 mm અને બીજી 45 mm છે. કંપની અલ્ટ્રા 2ને હાલની 49 મીમીની સાઇઝમાં લોન્ચ કરી શકે છે.  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.