Apple ની આ વર્ષની સૌથી મોટી ઈવેન્ટ શરુ થઈ ગઈ છે. આ ઈવેન્ટની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ વર્ચ્યૂલ ઈવેન્ટમાં કંપની  iPhone 13, iPhone 13 Mini, iPhone 13 Pro અને iPhone 13 Pro Max સ્માર્ટફોન લોન્ચ કરશે. 


Apple Watch Series 7 લોન્ચ


Apple વોચ સીરીઝ  7 માં એકદમ નવી ડિસ્પ્લે મળે છે. જેની બોર્ડર  40 ટકા પાતળી છે. આ રિડિઝાઈન કરવામાં આવેલા બટન અને એક નવા ડિસ્પ્લે સાથે આવે છે. સ્ક્રીન ખૂબ વધારે ટેકસ્ટ દેખાડી શકે છે. સીરીઝ 7માં  મોટી સક્રીનના કારણે ફુલ કિબોર્ડને સપોર્ટ કરે છે. 



મ્યૂઝિક વીડિયોથી શરુઆત

 

ઈવેન્ટની શરુઆત એક નાના વીડિયોથી થાય છે. બાદમાં ટિમ કુક મંચ પર આવે છે અને સૌથી પહેલા Apple TV+ની વાત કરે છે.


ટિમ કુકે નવું આઈપેડ લોન્ચ કર્યું છે.  Apple નું iPad 2021 લેટેસ્ટ A13  બાયોનિક ચિપસેટથી ચાલે છે. તેમાં નીચેની તરફ એક બટન પણ છે.  IPad માં 122 ડિગ્રી પોઈન્ટ ઓફ વ્યૂની સાથે  12MP નો અલ્ટ્રા-વાઈટ કેમેરો છે. ફ્રન્ટ કેમેરો એક નવા સેન્ટર-સ્ટેઝ ફીચર સાથે છે જે કોલને વધારે નેચરલ બનાવશે અને ઓટોમેટિક રીતે બીજા યૂર્ઝસની ભાળ મેળવશે. આ ફર્સ્ટ જનરેશનના એપ્પલ પેન્સિલને સપોર્ટ કરશે. આ  iPadOS 15 ની સાથે શિપ હશે.