Apple iOS 16 update: Apple એ ગયા અઠવાડિયે પોતાની Far Out ઇવેન્ટમાં iPhone 14 સીરીઝના 4 મૉડલ લૉન્ચ કર્યા હતા. કંપનીએ iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro અને iPhone 14 Pro Max લૉન્ચ કર્યા છે. આ તમામ આઇફોન Appleની લેટેસ્ટ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે iOS 16ની સાથે આવશે, પરંતુ આજથી એપલે iPhoneના જુના મૉડલો માટે પણ Apple iOS 16 update આપવાનુ શરૂ કરી દીધુ છે. iOS 16 અપડટને કેટલાક નવા ખાસ ફિચર્સ સાથે લાવવામાં આવી રહ્યું છે. 


કઇ રીતે ચેક કરી શકાશે iOS 16 અપડેટ - 
અહીં બતાવેલા સ્ટેપ્સ પ્રમાણે તમે જાણી શકશો કે તમને iPhone પર iOS 16 અપડેટ મળ્યુ છે કે નહીં ? 


- પોતાના iPhone પર સેટિંગ્સ ખોલો - 
- નીચે સ્ક્રૉલ કરો અને જનરલ ઓપ્શન પર ટેપ કરો
- આ પછી સૉફ્ટવેર અપડેટ ઓપ્શન પર ટેપ કરો
- જો તમારા iPhone મૉડલને iOS 16 અપડેટ મળ્યુ છે, 
તો આને તમારા iPhone પર ઇન્સ્ટૉલ કરવાનો ઓપ્શન મળશે 


iPhone પર iOS 16 કઇ રીતે કરશો ઇન્સ્ટૉલ - 
- જો તમને તમારા iPhone પર iOS 16 અપડેટ મળ્યુ છે, તો નીચે બતાવવામાં આવેલા સ્ટેપ્સને ફોલો કરીને તમે iPhone પર iOS 16 અપડેટને ઇન્સ્ટૉલ કરી શકો છો. 


- તમારા iPhone પર સેટિંગ્સ ખોલો 
- નીચે સ્ક્રૉલ કરો અને જનરલ ઓપ્શન પર ટેપ કરો
- સૉફ્ટવેર અપડેટ ઓપ્શન પર ટેપ કરો
- ડાઉનલૉડ અને ઇન્સ્ટૉલ ઓપ્શન પર ટેપ કરો- પ્રૉસેસને પુરી કરવા માટે સ્ક્રીન પર આપવામાં આવેલા નિર્દેશોનુ પાલન કરો


આમાં મળશે અપડેટ - 
ખાસ વાત છે કે iPhone 14 મૉડલમાં આવ્યા ઉપરાંત iOS 16 આજથી જુના iPhone મૉડલો પર પણ આવશે. અમે અહીં તે તમામ  iPhone મૉડલનુ લિસ્ટ બતાવી રહ્યાં છીએ, જેમાં આજથી આ iOS 16 અપડેટ મળવાનુ છે. 


આ iPhone મૉડલો પર iOS 16નું અપડેટ મળશે - 


— આઇફોન 14
— આઇફોન 14 પ્લસ
— આઇફોન14 પ્રૉ
— આઇફોન 14 પ્રૉ મેક્સ 
— આઇફોન 13
— આઇફોન 13 મિની
— આઇફોન 13 પ્રૉ 
— આઇફોન 13 પ્રૉ મેક્સ 
— આઇફોન 12
— આઇફોન 12 મિની 
— આઇફોન 12 પ્રૉ
— આઇફોન 12 પ્રૉ મેક્સ 
— આઇફોન 11
— આઇફોન 11 પ્રૉ
— આઇફોન 11 પ્રૉ મેક્સ 
— આઇફોન એક્સએસ 
— આઇફોન એક્સએસ મેક્સ 
— આઇફોન એક્સઆર 
— આઇફોન એક્સ 
— આઇફોન 8
— આઇફોન 8 પ્લસ
— સેકન્ડ જનરેશનનો iPhone SE


Apple iOS 16 updateની ખાસિયતો - 
iPhone યૂઝર્સ હવે સ્ક્રીન પર પોતાની ગેલેરીમાંથી ફોટોઝનો ઉપયોગ કરીને પોતાની લૉક સ્ક્રીનને કસ્ટમાઇઝ કરી શકે છે.
જે વિઝેટ સ્ક્રીન પર લગાવી શકે છે. જેમાંથી હવામાન, સમય અને તારીખ, બેટરી, અપકમિંગ કેલેન્ડર ઇવેન્ટ વેગેર વસ્તુઓ સામેલ છે.
iPhone યૂઝર્સ પોતાની પસંદગીની ઇમૉજીના આધાર પર પેટર્ન વાળી લૉક સ્ક્રીન બનાવી શકે છે.
કોઇપણ મેસેજને મોકલ્યા બાદ 15 મિનીટની અંદર એડિટ પણ કરી શકાય છે. 
યૂઝર્સ કોઇપણ મેસેજને મોકલ્યા બાદ બે મિનીટની અંદર અનસેન્ડ પણ કરી શકે છે.
યૂઝર્સને કોઇપણ ખાસ સમય પર મોકલવામાં આવનારી ઇમેલને શિડ્યૂલ કરવાની સુવિધા પણ અપડેટમાં મળી રહી છે.
આમાં પાસકી છે, જે પાસવર્ડને આસાન અને સેફ સાઇન-ઇન બનાવી દે છે.