Data Plan: માર્કેટમાં દરેક ટેલિકૉમ કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે અવનવા ડેટા પ્લાન લાવી રહી છે, આ કડીમાં સરકારી ટેલિકૉમ કંપની BSNL પણ પાછળ નથી. BSNL પણ પોતાના ગ્રાહકો માટે ખાસ પ્લાન લાવી છે, બીએસએનએલ અત્યારે કેટલીય ખાસ ઓફરો આપી રહ્યું છે, જે અહીં અમને તમને બતાવી રહ્યાં છીએ. બીએસએનએલ 600 રૂપિયાની ઓછી કિંમતમાં 80 દિવસથી વધુની વેલિડિટી વાળા પ્લાન લઇને આવ્યુ છે, જેમાં કંપની ડેલી 5જીબી સુધીનો ડેટા પણ ઓફર કરી રહી છે. એટલુ જ નહીં ડેલી 5 કલાક માટે અનલિમીટેડ ડેટા પણ મળશે. જાણો બીએસએનએલના પ્લાનની ડિટેલ્સ.........


જાણો બીએસએનએલના પ્લાનની ડિટેલ્સ.........


બીએસએનએલનો 599 રૂપિયાનો પ્લાન - 
બીએસએનએલનો આ પ્લાન 80 દિવસની વેલિડિટીની સાથે આવે છે. આ પ્લાનમાં તમને ઇન્ટરનેટ યૂઝ કરવા માટે દરરોજ 5જીબી ડેટા મળશે. પ્લાનની ખાસ વાત છે કે, આમાં કંપની રોજ 5 કલાક (રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી) અનલિમીટેડ ડેટા ઓફર કરી રહી છે. દરરોજ 100 ફ્રી એસએમએસ ઓફર કરનારા આ પ્લાનમાં દેશભરમાં કોઇપણ નેટવર્ક માટે અનલિમીટેડ કૉલિંગ પણ મળે છે. પ્લાનના સબ્ક્રાઇબર્સને બિન્જ (Zing)નું સબ્સક્રિપ્શન પણ મળશે. 


બીએસએનએલનો 499 રૂપિયા વાળો પ્લાન - 
80 દિવસની વેલિડિટી સાથે આવનારો આ પ્લાન કેટલાક શાનદાર બેનિફિટ્સ ઓફર કરે છે. આ પ્લાનમાં તમને ઇન્ટરનેટ યૂઝ કરવા માટે દરરોજ 2જીબી ડેટા મળશે. ડેલી ડેટા લિમીટ ખતમ થયા બાદ પ્લાનમાં મળનારા ઇન્ટરનેટની સ્પીડ ઘટીને 40Kbps થઇ જાય છે. કંપની આ પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ અને ડેલી 100 ફ્રી એસએમએસ પણ આપી રહી છે. આ પ્લાનમાં તમને જિન્ગનો ફ્રી એક્સેસ પણ મળશે. 


બીએસએનએલનો 485 રૂપિયા વાળો પ્લાન - 
બીએસએનએલનો આ પ્લાન 82 દિવસ ચાલે છે. આ પ્લાનમાં તમને દરરોજ 1.5જીબી ડેટા મળશે. ડેટા લિમીટે ખતમ થયા બાદ પ્લાનમાં મળનારી ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 40Kbps થઇ જાય છે. બાકી પ્લાન્સની જેમ કંપની આમાં પણ દરરોજ 100 ફ્રી એસએમએસની સાથે અનલિમીટેડ કૉલિંગ પણ આપી રહી છે. ઉલ્લેખનીય છે કે બીએસએનએલના આ તમામ પ્લાન 3G છે. આ પ્લાન બહુજ જલદી 4જીમાં તબદીલ થશે.