નવી દિલ્હીઃ ટેક દિગ્ગજે લૉન્ચ કરેલી આઇફોન 11 સીરીઝની ભારતમાં દમદાર એન્ટ્રી થઇ ગઇ છે, હવે આને લગતા એક મોટા ન્યૂઝ સામે આવી રહ્યાં છે, કે આ સીરીઝના આઇફોનનો સ્ટૉક નથી, એટલે કે આઉટ ઓફ સ્ટૉક થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં નવા આઇફોન અમેઝોન અને ફ્લિપકાર્ટ પર પ્રી-બુકિંગ માટે લિસ્ટ થયા હતા. જોકે, હવે તે આઉટ ઓફ સ્ટૉક બતાવી રહ્યાં છે. આના પરથી માની શકાય કે ભારતમાં નવા આઇફોનની જોરદાર ડિમાન્ડ છે. ઇ-કૉમર્સ વેબાસઇટ Amazon અને Flipkart પર આ આઇફોનને ત્રણ દિવસ પહેલાજ પ્રી-બુકિંગ માટે લિસ્ટ કરવામાં આવ્યો હતો. પણ આની ડિમાન્ડ વધી જતાં હવે તે ઇ-કૉમર્સ વેબાસાઇટ પર નથી, બન્ને વેબાસાઇટ પર આ આઇફોન્સને 'સૉલ્ડ આઉટ', 'આઉટ ઓફ સ્ટૉક' કે 'પ્રૉડક્ટ અનએવેલેબલ' બતાવામાં આવી રહ્યો છે.
એપલનો નવો iPhone 11 સત્તાવાર રીતે સ્ટૉર પર 27 સપ્ટેમ્બરે આવશે. તાજેતરમાં જ ત્રણ મૉડલ્સ- આઇફોન 11, આઇફોન 11 પ્રૉ અને આઇફોન 11 પ્રૉ મેક્સને લૉન્ચ કરવામાં આવ્યા હતા.
iPhone 11નું 64GB સ્ટૉરેજ વેરિએન્ટ ભારતમાં 27 સપ્ટેમ્બરે 64,900 રૂપિયાની કિંમતે ખરીદી શકાશે, ભારતમાં આઇફોન 11 પ્રૉના 64GB સ્ટૉરેજ વેરિએન્ટન માટે 99,900 રૂપિયાની કિંમત રાખવામાં આવી છે. આઇફોન 11 પ્રૉની ભારત અને અમેરિકાની કિંમતમાં લગભગ 29 હજાર રૂપિયાનું અંતર છે.
વળી, iPhone પ્રૉ મેક્સના 64GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત ભારતમાં 1,09,900 રૂપિયા છે. અમેરિકામાં આ વેરિએન્ટ 1,099 ડૉલર (લગભગ 78,000) રૂપિયાનું છે. આ મૉડલને દુબઇમાં લગભગ 90 હજાર રૂપિયામાં ખરીદી શકાશે.