આ સ્માર્ટફોન ખાસ કરીને ગેમિંગ યૂઝર્સ માટે બનાવવામાં આવ્યો છે, જે હેવી ગેમિંગ માટે ખાસ છે. ખાસ ફિચરની વાત કરીએ તો આ વખતે ફોનની ડિસ્પ્લે 102Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે.
Asus ROG Phone 2ના બેઝ વેરિએન્ટની કિંમત 37999 રૂપિયા છે, આ વેરિએન્ટ તમને 8GB રેમ સાથે 128GBની ઇન્ટરનલ સ્ટૉરેજમાં મળશે. આ ફોનનું વેચાણ ભારતમાં 30 સપ્ટેમ્બરથી શરૂ થશે, તમે આને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો, કંપનીએ કહ્યું કે, ફોનના રિટેલ પેકેજમાં 10W QC 4.0 ચાર્જર અને Aero case આપવામાં આવશે.
આ ફોનનું બીજુ વેરિએન્ટ 12GB રેમ અને 512GB સ્ટૉરેજ સાથે આવશે. આની કિંમત 59,999 રૂપિયા રાખવામાં આવી છે. આ પેકેજની સાથે તમને 30W ROG ચાર્જર આપવામાં આવશે. આ ઉપરાંત AeroActive Cooler અને કેસ પણ હશે. લૉન્ચ ઓફર અંતર્ગત ફ્લિપકાર્ટ 10%નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપશે, પણ આ માટે તમારે ICICI બેન્કના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવી પડશે.