Apple iPhone 14 Launch: Apple Watch અને AirPods બાદ લોન્ચ થયો iPhone 14
કંપની Apple Watch Series 8, Apple Watch Pro અને AirPods Pro 2 પણ લોન્ચ કરશે
gujarati.abplive.comLast Updated: 08 Sep 2022 12:03 AM

બ્રેકગ્રાઉન્ડ
Apple Event 2022 Live Updates: Apple પ્રેમીઓ માટે આખરે તે સમય આવી ગયો છે જ્યારે કંપની ભારતમાં iPhone 14 લૉન્ચ કરવા જઈ રહી છે. લોકો આ ફોનની આતુરતાથી રાહ જોઈ...More
Apple Event 2022 Live Updates: Apple પ્રેમીઓ માટે આખરે તે સમય આવી ગયો છે જ્યારે કંપની ભારતમાં iPhone 14 લૉન્ચ કરવા જઈ રહી છે. લોકો આ ફોનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ સાથે કંપની Apple Watch Series 8, Apple Watch Pro અને AirPods Pro 2 પણ લોન્ચ કરશે. લોન્ચિંગ ઇવેન્ટ કેલિફોર્નિયામાં છે, પરંતુ તે લગભગ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવી રહી છે. અમે તમને આ લાઈવ બ્લોગ દ્વારા આ ઘટના વિશે માહિતી આપી રહ્યા છીએ.
iPhone 14 Plus ની કિંમતનો ખુલાસો
iPhone 14 Plusની કિંમત 899 ડોલરથી શરૂ થશે. આ માટે 9 સપ્ટેમ્બરથી પ્રી-ઓર્ડર બુકિંગ કરાવી શકાશે. પ્લસ મોડલનું વેચાણ આવતા મહિને 16 ઓક્ટોબરથી શરૂ થશે.