Apple એ દુનિયાભરના iPad, iPhone, Mac અને Apple watch યુઝર્સને ચેતવણી જાહેર કરી છે. આને ધ્યાનમાં રાખીને ભારત સરકારે આ અઠવાડિયે પોતાની સુરક્ષા એજન્સી મારફતે એવા યુઝર્સને એલર્ટ જાહેર કરાયુ છે જે આ ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યા હોય. ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ 20 મેના તેના સિક્યોરિટી બુલેટિનમાં તેને વધુ જોખમવાળું ગણાવ્યું હતું. આ સિક્યોરિટી એલર્ટ લોકોને સંભવિત હુમલાઓ વિશે સજાગ રહેવાના નિર્દેશ આપી રહ્યું છે અને સાથે જ એ પણ જણાવવામાં આવ્યું છે કે શક્ય તેટલી વહેલી તકે તેમના સોફ્ટવેર વર્ઝનને અપડેટ કરવામાં આવે.
CERT-In દ્વારા જાહેર કરવામાં આવેલી ચેતવણીમાં ફક્ત તે યુઝર્સની વાત કરવામાં આવી છે જેઓ iPhone, iPad, MacBook, Apple Watch નો ઉપયોગ કરી રહ્યા છે. Apple પ્રોડક્ટમાં અનેક ખામીઓને શોધવામાં આવી છે જેના કારણે રિમોટ એટેકર સિસ્ટમમાં ઘૂસીને સંવેદનશીલ જાણકારી પ્રાપ્ત કરે છે. સિક્યોરિટીને તોડી દે છે અને યુઝર્સની પર્સનલ જાણકારી મેળવે છે. જો તમારું આઈપેડ, આઈફોન, મેક અને એપલ વોચ આ વર્ઝન પર ચાલી રહ્યું છે, તો તે ડિવાઇસને ઝડપથી અપડેટ કરો.
16.7.8ના અગાઉના Apple iOS વર્ઝન.
16.7.8થી અગાઉના Apple iPad OS વર્ઝન
17.5થી અગાઉના Apple iOS અને iPadOS વર્ઝન
12.7.5થી અગાઉના Apple mac OS મોન્ટેરે વર્ઝન
13.6.7થી અગાઉના Apple macOS વેન્ચર વર્ઝન
14.5થી અગાઉના Apple macOS Sonoma વર્ઝન
Apple watchOS વર્ઝન 10.5થી અગાઉના વર્ઝન
17.5થી અગાઉના Apple Safari વર્ઝન.
17.5થી અગાઉના Apple tvOS વર્ઝન.
લિસ્ટમાં આપવામાં આવેલા વર્ઝન હાલમાં એપના લાખો મુખ્ય ડિવાઇસમાં યુઝ થઇ રહ્યા છે. iOS 17.5 એ લેટેસ્ટ વર્ઝન છે જે આ લિસ્ટમાં છે જેનો અર્થ થાય છે કે જે યુઝર્સે હાલમાં થોડા સમય અગાઉ ફોન અપડેટ કર્યો હોય તેમણે પણ સાવચેત રહેવાની જરૂર છે.