મુંબઇઃ એપલે માર્કેટમાં આજે પોતાનો સૌથી સસ્તો આઇફોન iPhone SE 2 લૉન્ચ કરી દીધો છે. આ પહેલા કંપનીએ સૌથી સસ્તો ફોન વર્ષ 2016માં iPhone SE લૉન્ચ કર્યો હતો. આ પહેલા આ ફોન 31 માર્ચે લૉન્ચ થવાનો હતો જોકે, કેટલાક કારણોસર લૉન્ચિંગ ડેટ ટાળવામાં આવી હતી.


iPhone SE 2ની શું છે કિંમત....
iPhone SE (2nd Gen) તમને 64GB, 128GB અને 256GBના વેરિએન્ટમાં મળશે, આમાં બ્લેક, વ્હાઇટ અને રેડ પ્રૉડક્ટ અવેલેબલ રહેશે.

ભારતમાં iPhone SE 2ની શરૂઆતી કિંમત 42500 રૂપિયા હશે. ખાસ વાત છે કે, એપલના આઇફોન XRથી પણ આ આઇફોન સસ્તો છે. ભારતમાં આ આઇફોન આગામી થોડાક દિવસોમાં સેલિંગ માટે અવેલેબલ થઇ જશે.



iPhone SE 2ની વિશેષતા....
iPhone SE 2માં 4.7 ઇંચની રેટિના ડિસ્પ્લે છે, આની સાથે A13 Bionic પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ચીપ આઇફોન 11 આઇફોન 11 કેસ સીરીઝમાં આપવામાં આવેલુ છે.



આઇફોનમાં કેમેરામાં 12એમપી રિયર કેમેરા આપવામાં આવ્યા છે. આ કેમેરા iPhone XRમાં યૂઝ કરવામાં આવ્યો હતો. જે રાત્રે પણ સારી ફોટોગ્રાફી કરી શકે છે. સેલ્ફી કેમેરો 7એમપીનો આપવામાં આવ્યો છે.

iPhone SE 2ની ડિઝાઇનની વાત કરીએ તો આ જુના આઇફોન 8ની જેવો દેખાય છે. આમાં ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે ટચ આઇડી પણ આપવામાં આવ્યુ છે.