નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલે પોતાનો સૌથી સસ્તો હેન્ડસેટ iPhone SE 2020 હવે ભારતમાં વેચવા માટેની તૈયારી કરી દીધી છે. રિપોર્ટ છે કે આ હેન્ડસેટને ફ્લિપકાર્ટ પર ઓનલાઇન સેલિંગ માટે મુકવામાં આવશે. જોકે, લૉકડાઉનના કારણે ક્યારે સેલિંગ શરૂ થશે તે હજુ નક્કી તરફથી કોઇ માહિતી શેર કરવામાં આવી નથી. ફ્લિપકાર્ટ પર iPhone SE 2020ના વેચાણને લઇને તૈયારી શરૂ થઇ છે, પણ ફ્લિપકાર્ટે પણ કિંમત અંગે કોઇ માહિતી આપી નથી.


મીડિયા રિપોર્ટ પ્રમાણે એપલના iPhone SE 2020 સસ્તા હેન્ડસેટની કિંમત ભારતમાં 42 હજારથી શરૂ થશે. ભારતમાં iPhone SEની શરૂઆતી કિંમત 42,500 રૂપિયા છે જે 64GB સ્ટૉરેજ વેરિએન્ટની હશે. જ્યારે આઇફોન SEના 128GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 47,800 રૂપિયા અને 256GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 58,300 રૂપિયા હોઇ શકે છે. આ કિંમતો અમેરિકાના માર્કેટ કરતાં ઘણી ઓછી છે.



iPhone SE 2020ની વિશેષતા....
iPhone SE 2માં 4.7 ઇંચની રેટિના ડિસ્પ્લે છે, આની સાથે A13 Bionic પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ચીપ આઇફોન 11 આઇફોન 11 કેસ સીરીઝમાં આપવામાં આવેલુ છે.

આઇફોનમાં કેમેરામાં 12એમપી રિયર કેમેરા આપવામાં આવ્યા છે. આ કેમેરા iPhone XRમાં યૂઝ કરવામાં આવ્યો હતો. જે રાત્રે પણ સારી ફોટોગ્રાફી કરી શકે છે. સેલ્ફી કેમેરો 7એમપીનો આપવામાં આવ્યો છે.

iPhone SE 2ની ડિઝાઇનની વાત કરીએ તો આ જુના આઇફોન 8ની જેવો દેખાય છે. આમાં ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે ટચ આઇડી પણ આપવામાં આવ્યુ છે.