નવી દિલ્હીઃ એપલનો iPhone 11 ભારતીય માર્કેટમાં સૌથી વધુ હિટ રહ્યો છે, કાઉન્ટરપૉઇન્ટ રિસર્ચ અનુસાર 55 ટકા માર્કેટ શેરની સાથે અલ્ટ્રા-પ્રીમિયમ (45,000 રૂપિયા અને તેનાથી વધુ) સેગમેન્ટમાં Apple નંબર વન છે.


એપલે ટૉપ રહેવા માટે આઇફોન 11ના વેચાણ પર વધારે જોર આપ્યુ કેમકે આ સેગમેન્ટમાં સૌથી વધુ સેલ થનારો સ્માર્ટફોન છે.

iPhone 11 દુનિયાભરમાં કેટલાક બીજા શહેરોમાં પણ હિટ રહ્યો છે, આ ઉપરાંત iPhone - XRને પણ લોકોએ ખુબ પસંદ કર્યો છે, આનુ સેલિંગ પણ ભારતીય માર્કેટમાં વધુ થયુ છે. કાઉન્ટરપૉઇન્ટે આઇફોન 11ની સફળતાનો શ્રેય નૉ-કૉસ્ટ ઇએમઆઇ અને બેન્કિંગ ઓફર્સને આપ્યુ હતુ.



આ ઉપરાંત Flipkart Apple Days અને Amazon Apple Day સેલ દરમિયાન પણ આનુ પ્રમૉશન કરવામાં આવ્યુ હતુ. iPhone 11માં બે કેમેરા આપવામાં આવ્યા છે, આને ઝૂમ અને વાઇડ કેમેરા શોર્ટ પર ખુબ ધ્યાન આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત આનુ પ્રૉસેસર એકદમ ફાસ્ટ છે.