હાલ ફ્લિપકાર્ટ પર મોબાઇલ બોનાન્ઝા સેલ ચાલી રહ્યો છે, જેમાં તમે Apple iPhone XS (64GB) ફોનને ડિસ્કાઉન્ટ બાદ લગભગ 40,000 ની કિંમતમાં ખરીદી શકો છો. iPhone XS 64GB ને 89,900 રૂપિયાની શરૂઆતી કિંમતમાં 2018માં લૉન્ચ કરવામાં આવ્યો હતો.
ફ્લિપકાર્ટ મોબાઇલ બોનાન્ઝા સેલમાં તમે iPhone XS 64GBને 54,999 રૂપિયામાં ખરીદી શકો છો. પણ જો તમે પોતાના જુના iPhone Xને iPhone XSની સાથે બદલવા ઇચ્છતા હોય તો તમે પોતાના જુના ફોન માટે 11,051 રૂપિયા મળશે. ફ્લિપકાર્ટ પર iPhone XSની કુલ કિંમત 43,199 રૂપિયા થઇ જશે.
iPhone XSના ફિચર્સ
એપલ આઇફોન XSમાં 5.8 ઇંચની સુપર રેટિના OLED ડિસ્પ્લે છે. સાથે Apple A12 બાયૉનિક પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. કેમેરાની વાત કરીએ તો આમાં ડ્યૂલ 12 મેગાપિક્સલનો કેમેરો છે. વળી ફ્રન્ટમાં 7 મેગાપિક્સલનો કેમેરો છે. iPhone XSમાં વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ છે. આ ફોન વૉટર અને ડસ્ટ પ્રૂફ છે.