ચાર મૉડલ થઇ શકે છે લૉન્ચ
એક રિપોર્ટ પ્રમાણે એપલ આઇફોન 13 સીરીઝ અંતર્ગત iPhone 13, iPhone 13 Mini, iPhone 13 Pro અને iPhone 13 Pro Maxને લૉન્ચ કરી શકે છે. iPhone 13 Miniમાં 60Hz રિફ્રેશ રેટની સાથે 5.4 ઇંચની OLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. વળી iPhone 13માં 6.1 ઇંચની ડિસ્પ્લે આવી શકે છે. યૂઝર્સને iPhone 13 Proમાં 6.1 ઇંચની OLED ડિસ્પ્લે અને iPhone 13 Pro Maxમાં 6.7 ઇંચની OLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. બન્ને જ સ્ક્રીન 120Hz રિફ્રેશ રેટની સાથે આવશે.
ઓછી હશે નૉચની સાઇઝ
રિપોર્ટ અનુસાર આઇફોન 13માં નૉચની સાઇઝ ઓછી કરવામાં આવી શકે છે, જેનાથી સ્ક્રીનની સાઇઝ વધશે. વળી, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયુ કે નૉચની સાઇઝ આઇફોન 13માં ઓછી કરવામાં આવશે કે તમામ મૉડલ્સમાં ઓછી કરવામાં આવશે. આના વિશે થોડાક સમયમાં ખબર પડી જશે.
iPhone 12S લૉન્ચ કરી શકે છે કંપની
વળી બીજીબાજુ રિપોર્ટ્સ એ પણ છે કે એપલ iPhone 13ના નામથી કોઇ ફોન લૉન્ચ નહીં કરે. આના બદલે કંપની iPhone 12S નામથી સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે. જોકે આ માત્ર રિપોર્ટ છે આને લઇને હજુ કંઇપણ કહી શકાતુ નથી. જોવાનુ રહેશે કે આગામી સમયમાં કંપની શું જાહેરાત કરે છે.