નવી દિલ્હીઃ ટેક કંપની એપલની નવી પ્રૉડક્ટ્સ લૉન્ચને લઇને વધુ એક ખુલાસો થયો છે. એપલની 2021ની પહેલી ઇવેન્ટમાં 16 માર્ચમાં થઇ શકે છે. એક ટિપસ્ટર, LeaksApplePro અનુસાર, કંપની વર્ચ્યૂઅલ ઇવેન્ટમાં લાંબા સમયથી ચર્ચામાં રહેલી પ્રૉડક્ટ્સ AirTagsને લૉન્ચ કરી શકે છે. વળી એક ઇકોનૉમિક ડેલી ન્યૂઝ વેબસાઇટ અનુસાર એપલ iPad Pro model અને રીડિઝાઇન iPad Mini પણ લૉન્ચ થઇ શકે છે.


જો અપડેટેડ iPad Pro મૉડલ 16 માર્ચે લૉન્ચ કરવામાં આવે છે કે આ iPad સીરીઝને ગયા વર્ષે 18 માર્ચે લૉન્ચના ઠીક એક વર્ષ બાદ આવશે. આ રીતે એપલે 2019માં 25 માર્ચ અને 2018માં 27 માર્ચે નવુ iPad Pro ડિવાઇસ લૉન્ચ કર્યા હતા.



મિની એલઇડી ડિસ્પ્લેને સપોર્ટ કરી શકે છે ટેબલેટ
કેટલાય લીક ઓફ રૂમર્સ અનુસાર, અપગ્રેડેડ ટેબલેટ, એક મિની એલઇડી ડિસ્પ્લેને સપોર્ટ કરી શકે છે. આ માત્ર સ્ક્રીન વિઝ્યૂઅલ્સમાં સુધારો નહીં કરે. પરંતુ વધુ પાવર પણ બચાવશે. ઉલ્લેખનીય છે કે સીરીઝમાં પહેલા 5G સપોર્ટિંગ આઇપેડ પણ સામેલ હોઇ શકે છે.

રૂમર્સથી સંકેત મળ્યા છે કે કેટલીક નવી એસેસરીઝને સપોર્ટ માટે એડિશનલ બિલ્ટ ઇન મેગ્નેટની સાથે આવી શકે છે. 2021 iPad Mini ફેરફાર સાથે શર્ક બેઝલ તરીકે આવી શકે છે, જે એપલને એક જ ડિઝાઇનના 9 ઇંચથી વધુ સ્ક્રીનમાં ફિટ કરી શકશે.

ઇલેક્ટ્રિક પ્રૉડક્ટ્સને શોધવામાં મદદ કરશે AirTags
AirTags એક નાની ટ્રેકિંગ tiles છે, જે યુટ્યૂબ કનેક્ટિવિટીની સાથે આવે છે. આ ડિવાઇસ ખોવાયેલા ઇલેક્ટ્રિક પ્રૉડક્ટ્સને આઇફોનની મદદથી શોધવામાં મદદ કરશે. ગયા લીકમાં એ પણ બતાવવામાં આવ્યુ હતુ કે એરટેગ બોટલ કેપ સાઇઝ અને સર્ક્યૂલર શેપમાં હશે.