નવી દિલ્હીઃ સ્માર્ટફોન કંપની સેમસંગે તાજેતરમાંજ નવો ફોન Samsung Galaxy F62 ભારતીય માર્કેટમાં લૉન્ચ કર્યો છે. આ શાનદાર ફોનની આજે પહેલી સેલ છે. જો તેમ સસ્તી કિમતે આ ગેલેક્સી F62 ફોનને ખરીદવા માગતા હોય તો બેસ્ટ મોકો છે. આજે બપોરે 12 વાગે આ ફોનની સેલ ફ્લિપકાર્ટ પર શરૂ થઇ જશે. આ ઉપરાંત આ ફોન સેમસંગ ઓનલાઇન સ્ટૉર, રિલાયન્સ ડિજીટલ અને કેટલાક સિલેક્ટેડ સ્ટૉર પરથી પણ ખરીદી શકો છો. જાણો ફોનની ઓફર વિશે..


આ છે કિંમત અને ઓફર...
સેમસંગ ગેલેક્સી F62ને જો તમે ICICI બેન્ક ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી ખરીદો છો તો તમારે 2,500 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. જો તમે Yes Bank ના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો છો તો તમે સાત ટકાનો લાભ મેળવી શકો છો. આ ઉપરાંત ફ્લિપકાર્ટ Axis બેન્ક ક્રેડિટ કાર્ડ પર પાંચ ટકા અનલિમીટેડ કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે. સાથે આ ફોન 4,000 રૂપિયા પ્રતિમાહની EMI પર પણ ખરીદી શકાય છે. એટલુ જ નહીં બેન્ક ઓફ બરોડા માસ્ટરકાર્ડ ડેબિટ કાર્ડ પર 10 ટકાની છૂટ મળી રહી છે. ફોનને ખરીદવા પર 16,500 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ અવેલેબલ છે.

જો કિંમતની વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી F62ના 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 23,999 રૂપિયા નક્કી કરવામા આવી છે. જ્યારે 8GB રેમ 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટને 25,999 રૂપિયામા ખરીદી શકો છો.