શું છે Apple One સર્વિસ
આ એક મન્થલ સબ્સક્રિપ્શન આધારિત સેવા છે, જે અંતર્ગત તમને એપલ પ્લસ, એપલ મ્યૂઝિક, એપલ આર્કેડ અને આઇક્લાઉડ સ્ટૉરેજ જેવી સુવિધાઓ એક સબ્સક્રિપ્શન એકસાથે જ મેળવી શકો છો. કંપની તરફથી આ સેવાઓને બે પ્રકારના વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવી છે- એક પર્સનલ અને બીજી ફેમિલી પ્લાન. જે રીતે નામ દ્વારા આ અનુમાન લગાવવામાં આવી શકાય છે કે પર્સનલ પ્લાન એક ખાનગી એકાઉન્ટનો હશે, અને તે ફેમિલી પ્લાનમાં કેટલાય પ્રકારના એકાઉન્ટ ચલાવી શકાય છે.
શું છે આ સબ્સક્રિપ્શનનો પ્લાન
એપલ વનના પર્સનલ પ્લાનની વાત કરીએ તો આની કિંમત 195 પ્રતિ મહિના છે, જ્યારે ફેમિલી પ્લાનની કિંમત 365 પ્રતિ મહિના રાખવામાં આવી છે. 195 કિંમત વાળા પ્લાનમાં તમે એપલ ટીવી પ્લસ, એપલ આર્કેડ, એપલ મ્યૂઝિક અને આઇક્લાઉડની 50 જીબી સ્ટૉરેજનો આનંદ ઉઠાવી શકો છો. વળી, 365 વાળા ફેમિલી પ્લાનમાં એપલ મ્યૂઝિક, એપલ ટીવી પ્લસ અને એપલ આર્કેડની સાથે સાથે આઇક્લાઉડ સ્ટૉરેજ પર 200 જીબીનો આનંદ ઉઠાવી શકો છો. ફેમિલી પેકની ખાસિયત એ છે કે એક આઇડીને 6 યૂઝર સાથે શેર કરી શકાય છે.