iPhone Lockdown Mode: Apple એ તેના યુઝર્સની સુરક્ષા અંગે એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે, જેણે ટેક જગતનું ધ્યાન ખેંચ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, જ્યારે તેનું ખાસ સિક્યોરિટી ફીચર Lockdown Mode ઓન રાખવામાં આવે છે તો કોઈ પણ iPhone હેક થયો નથી. એવા સમયે જ્યારે ઓનલાઈન છેતરપિંડી, ડેટા ચોરી અને સાયબર હુમલાઓ ઝડપથી વધી રહ્યા છે ત્યારે આ ફીચર યુઝર્સ માટે એક શક્તિશાળી સુરક્ષા કવચ તરીકે કામ કરે છે.

Lockdown Mode શું છે અને તે શા માટે ખાસ છે?

Lockdown Mode એ એક અદ્યતન સિક્યોરિટી ફીચર છે જે જે ખાસ કરીને સાયબર હુમલાના વધુ જોખમ ધરાવતા લોકો માટે રચાયેલ છે. આમાં પત્રકારો, કાર્યકરો અથવા જાહેર વ્યક્તિઓ શામેલ હોઈ શકે છે. જો કે, સામાન્ય યુઝર્સ પણ તેનો ઉપયોગ તેમની સુરક્ષા વધારવા માટે કરી શકે છે. આ ફીચર 2022માં iPhones, iPads અને Mac ઉપકરણોમાં ઉમેરવામાં આવી હતી. કંપની જણાવે છે કે આ મોડને ઓન કર્યા પછી કોઈપણ Apple ડિવાઈસ હેક થયા હોવાની પુષ્ટી કરવામાં આવી નથી.

Continues below advertisement
Continues below advertisement

Lockdown Mode કેવી રીતે કાર્ય કરે છે

આ ફીચર તમારા ડિવાઈસને વધારાની સુરક્ષા પ્રદાન કરવા માટે ઘણા કાર્યોને મર્યાદિત કરે છે. એકવાર ઓન થયા પછી શંકાસ્પદ મેસેજ એટેચમેન્ટ બ્લોક થઈ જાય છે.કેટલીક વેબસાઇટ્સ સંપૂર્ણપણે લોડ થતી નથી અને અજાણ્યા લોકોના કૉલ્સ અથવા ઈનવાઈટ્સ આપમેળે રોકાઈ જાય છે. તેનો સ્પષ્ટ હેતુ હેકર્સ માટે તમારા ફોનને શક્ય તેટલું મુશ્કેલ બનાવવાનો છે, ભલે તેનો અર્થ કેટલીક ફીચરમાં ઘટાડો કરવાનો હોય.

લોકડાઉન મોડ કેવી રીતે ચાલુ કરવો

તમારા iPhone પર આ ફીચરને એક્ટિવ કરવા માટે પહેલા સેટિંગ્સમાં જાઓ. પછી Privacy & Security સેક્શનમાં જાવ અને નીચે સ્ક્રોલ કરીને લોકડાઉન મોડ વિકલ્પ પસંદ કરો. અહીં Turn On Lockdown Mode પર ટેપ કરો અને પછી Turn On & Restart સિલેક્ટ કરો. પાસકોડ દાખલ કરવાથી તમારા ફોન પર ફીચર એક્ટિવ થઈ જશે. 

સાયબર ધમકીઓ વચ્ચે આ ફીચર કેમ મહત્વપૂર્ણ છે

આજની દુનિયામાં ડિજિટલ હુમલાઓ પહેલા કરતા વધુ સ્માર્ટ અને વધુ ખતરનાક બની ગયા છે. સંશોધનમાં એ પણ બહાર આવ્યું છે કે લોકડાઉન મોડ એક્ટિવ થાય ત્યારે કેટલાક સ્પાયવેર ટૂલ્સ હુમલો કરવાનો પ્રયાસ કરવાનું છોડી દે છે. વધુમાં એપલે સંભવિત જોખમો વિશે યુઝર્સને ચેતવણી આપવા માટે તેની સિસ્ટમને મજબૂત બનાવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીએ ભારત સહિત 150થી વધુ દેશોમાં યુઝર્સને આવા એલર્ટ મોકલ્યા છે.