Apple Event: એપલ સ્પેશિયલ ઇવેન્ટની જાહેરાત કરવામાં આવી છે. આ ઇવેન્ટ 12 સપ્ટેમ્બરે યોજાશે. અમેરિકન ટેક કંપનીએ લોન્ચ ઇવેન્ટની તારીખ જાહેર કરી છે. હંમેશાની જેમ આ વખતે પણ કંપનીએ એ નથી જણાવ્યું કે આ દિવસે શું લોન્ચ થશે, પરંતુ એ સ્પષ્ટ છે કે નવી iPhone સીરિઝ 12 સપ્ટેમ્બરે જ લોન્ચ થશે.
નોંધનીય છે કે આ વખતે આઇફોન 15 સીરિઝના તમામ મોડલમાં ડાયનેમિક આઇલેન્ડનું ફીચર આપવામાં આવશે, જે વર્તમાન આઇફોન એટલે કે આઇફોન 15 સીરીઝના પ્રો મોડલ્સમાં આપવામાં આવ્યું છે. આ સિવાય ઘણા નાના-મોટા ફેરફાર જોવા મળશે. જોકે ડિઝાઈન સમાન હશે અને તેમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં.
આ વખતે એલર્ટ સ્લાઈડરને બદલે એક બટન આપવામાં આવી શકે છે. આ સિવાય એવા પણ સમાચાર છે કે હવે iPhone 15 સીરિઝ સાથે કંપની ચાર્જિંગ માટે USB Type C પોર્ટ આપશે. અગાઉ, કંપનીનું પ્રોપ્રાઇટી ચાર્જર ચાર્જિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું પરંતુ હવે તે કોઈપણ Android ફોનના ચાર્જરથી ચાર્જ કરી શકાશે જે USB Type C ને સપોર્ટ કરે છે.
ડિઝાઇનમાં કોઈ મોટા ફેરફારો કરવામાં આવશે નહીં
જો તમે વિચારી રહ્યા છો કે iPhone 15 સાથે ડિઝાઇનમાં મોટો ફેરફાર થશે, તો એવું નથી. આ વખતે પણ તમને જૂની ડિઝાઇન જોવા મળશે જે iPhone 12 થી ચાલી રહી છે.
છેલ્લા ચાર વર્ષમાં કંપનીએ ડિઝાઇનમાં કોઈ મોટો ફેરફાર કર્યો નથી. ગત વખતે આઈફોન 14ની ડિઝાઈન માટે કંપનીને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો કે દરેક વખતે કંપની એક જ પ્રકારના ફોન લોન્ચ કરી રહી છે. કેટલાક મોડલમાં પણ છેલ્લી વખત પ્રોસેસર પણ જૂનું આપવામાં આવ્યું હતું. સ્ક્રીનની ચારેતરફ બેઝલ્સ ઓછા થશે અને સ્કીન એરિયા વધશે. રિઝોલ્યુશન પહેલા કરતા વધુ સારું રહેશે અને આ વખતે પણ ફેસ આઈડી સપોર્ટ કરશે.
iPhone 15 સીરિઝમાં નવું પ્રોસેસર અને નવો કેમેરા સેટઅપ આપવામાં આવશે અને iOSનું નવું વર્ઝન પણ આપવામાં આવશે. જોકે 12 સપ્ટેમ્બરે જૂના iPhoneમાં iOSનું નવું વર્ઝન પણ આપવામાં આવી શકે છે. ઘણી વખત કંપની લોન્ચ ડેટ સાથે બીજા જૂના iPhoneમાં નવા સોફ્ટવેરને અપડેટ આપી દે છે.