નવી દિલ્હીઃ આજકાલ લોકોની વચ્ચે ફૉલ્ડેબલ સ્માર્ટફોનનો ક્રેઝ ખુબ વધી ગયો છે. મોટી મોટી સ્માર્ટફોન કંપનીઓ પણ હવે ફૉલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં ઉતારી રહી છે. હવે આ લિસ્ટમાં ટુંકસમયમાં ટેક દિગ્ગજ એપલનુ પણ નામ સામેલ થઇ શકે છે. રિપોર્ટ છે એપલ હવે પોતાનો નવો ફૉલ્ડેબલ સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે. 2020માં મોટોરોલા, સેમસંગ, શ્યાઓમી સહિતની કંપનીઓએ પોતાના ફૉલ્ડેબલ સ્માર્ટફોન લઇને આવી છે હવે 2021માં એપલ ફૉલ્ડેબલ સ્માર્ટફોન લઇને આવી શકે છે.


રિપોર્ટ છે કે એપલ બે ફૉલ્ડેબલ સ્માર્ટફોનની તૈયારીઓ કરી લીધી છે. વળી શ્યાઓમી નવા વર્ષે 3 ફૉલ્ડેબલ સ્માર્ટફોન લૉન્ચ કરશે, એપલ ફૉલ્ડેબલ આઇફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે.

રિપોર્ટમાં એપલના બે ફૉલ્ડેબલ પ્રોટૉટાઇપ આઇફોના ટેસ્ટ કરવાની વાત સામે આવી રહી છે. સમાચારો એવા પણ છે કે ચીનમાં એપલની ફૉક્સવેગન ફેકટરીમાં આ બન્ને આઇફોનનુ ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે. જેમાં એક ડ્યૂલ સ્ક્રીન, ક્લેમશેલ ફૉલ્ડેબલ મૉડલ છે, જેની ડિઝાઇન મોટાભાગે સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ અને મોટોરોલા રેજરના જેવી હોઇ શકે છે.

(ફાઇલ તસવીર)

રિપોર્ટમાં કહેવાયુ છે કે બન્ને પ્રોટોટાઇપ આઇફોને તમામ ટેસ્ટ પાસ કરી લીધા છે, રિપોર્ટ છે કે ક્લેમશેલ ફૉલ્ડેબલ ફોનમાં સેમસંગની ઓએઇડી ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવી શકે છે. રિપોર્ટ છે કે આના માર્કેટમાં આવ્યા બાદ એપલ પોતાના મિની આઇફોન મિનીને બંધ કરી શકે છે.

ફૉલ્ડેબલ આઇફોનની કિંમત 1499 ડૉલર એટલે કે લગભગ એક લાખ રૂપિયા સુધીની હોઇ શકે છે. એપલ ફૉલ્ડેબલ આઇફોન લાવ્યા બાદ સેમસંગ, હૂવાવે અને મોટોરોલાના લિસ્ટમાં સામેલ થઇ જશે.