નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ ભારતમાં એક મોટી સર્વિસ લૉન્ચ કરવા જઇ રહી છે. આ સર્વિસનુ નામ છે ઓનલાઇન સ્ટૉર. એપલ ભારતમાં આગામી અઠવાડિયે એટલે કે 23 સપ્ટેમ્બરથી ભારતમાં પ્રથમ ઓનલાઇન સ્ટૉર લૉન્ચ કરશે. આ વાતની જાણકારી ખુદ એપલના સીઇઓ ટિમ કુકે ટ્વીટ કરીને આપી છે.


આઇફોન નિર્માતા એપલે શુક્રવારે કહ્યું કે દેશના ફેસ્ટિવ સિઝન પહેલા ભારતમાં ઓનલાઇન સ્ટૉરની શરૂઆત કરવા જઇ રહ્યાં છીએ. કેમકે ફેસ્ટિવ સિઝન દરવર્ષે રિટેલર્સ માટે વેચાણની રીતે એક સારો મોકો હોય છે. કંપની હજુ ભારતમાં પોતાની થર્ડ પાર્ટી વેન્ડર્સ અને ઇ-કોમર્સ સાઇટ જેવી કે અમેઝોન અને ફ્લિપકાર્ટ મારફતે જ વેચી રહી છે.



સ્માર્ટફોન મેકર માટે ભારત એક મોટુ માર્કેટ છે. અહીં લગભગ એક બિલિયનથી વધુ કસ્ટમર છે, જેમાંથી લગભગ એક તૃત્યાંશ બેસિક હેન્ડસેટ પર નિર્ભર છે. સ્માર્ટફોન મેકર્સ માટે અહીં વિકાસની ઘણી બધી સંભાવનાઓ છે. આ ઉપરાંત અહીં ડિવાઇસ મેકિંગ માટે સસ્તુ લેબર પણ મળી જાય છે. એપલ દક્ષિણ ભારતીય રાજ્યોમાં ફૉક્સવેગન અને વિસ્ટ્રૉનના પ્લાન્ટ્સમાં આઇફોન 11 સહિતના સ્માર્ટફોનનુ એસેમ્બલ કરે છે.



ખાસ વાત છે કે પોતાના ઓનલાઇન રિટેલ પ્લેટફોર્મના માધ્યમથી એપલે અંગ્રેજી અને હિન્દીમાં કસ્ટમરોને મદદ આપવાનુ પ્લાનિંગ કર્યુ છે. જ્યારે યૂઝર્સને પોતાના આઇપેડ, એપલ પેન્સિલ અને એરપૉડ્સને અંગ્રેજીની સાથે સાથે બંગાળી અને ગુજરાતી સહિતની કેટલીક ભાષાઓમાં એન્ગ્રેવ કરવાની પરમીશન આપે છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ