રિપોર્ટ પ્રમાણે, આજે રાત્રે એપલ પોતાની સ્પેશ્યલ ઇવેન્ટમાં આઇફોન સીરીઝ લૉન્ચ કરશે, જે ભારતીય સમયાનુસાર રાત્રે 10.30 વાગે શરૂ થશે. આ ઇવેન્ટમાં કંપની iPhone 11, iPhone 11 R અને iPhone 11 Max લૉન્ચ કરશે. આની સાથે કંપની iOS 13ની પણ જાહેરાત કરશે.
શું હશે નવા આઇફોનની કિંમત......
iPhone 11ની શરૂઆતી કિંમત 1000 ડૉલર (લગભગ 75,541 રૂપિયા) હોઇ શકે છે. બીજા એક રિપોર્ટ પ્રમાણે iPhone 11ની શરૂઆતી કિંમત 999 ડૉલરથી શરૂ થશે. 256GB વેરિએન્ટ 1199 ડૉલરનું હશે.
આવા હોઇ શકે છે નવા આઇફોનમાં ફિચર્સ....
આ વર્ષે એપલ ત્રણ નવા આઇફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે. આમાનો એક iPhone XRનુ નેક્સ્ટ વર્ઝન હશે જે સૌથી ઓછી કિંમત વાળો હશે. આ ઉપરાંત iPhone 11 અને iPhone 11 Max હશે. ડિઝાઇનમાં મોટા ફેરફારની આશા નથી, પણ બેક પેનલમાં મોટો ફેરફાર હશે.
નવા આઇફોનમાં પણ ફેસ આઇડી હશે, નૉચ પણ હશે અને આ વખતે કંપની સ્ટેઇનલેસ સ્ટીલનો યૂઝ કરી શકે છે. iPhone 11ના બે વેરિએન્ટ્સમાં ત્રણ રિયર કેમેરા, જ્યારે iPhone XRના સક્સેસરમાં બે રિયર કેમેરા આપવામાં આવશે.
એપલે આ વખતે ત્રણેય આઇફોનમાં OLED ડિસ્પ્લે આપી શકે છે. કેમકે ગઇ વખતે કંપનીએ iPhone XRમાં LCD પેનલનો યૂઝ કરવામાં આવ્યો હતો. iPhone 11માં 5.8 ઇંચની ડિસ્પ્લે વળી iPhone 11 Maxમાં 6.5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. આ વખતે પહેલાની સરખામણીમાં Water Resistantને બેસ્ટ બનાવવાની કોશિશ કરવામાં આવશે, અને IP68 રેટિંગ મળી શકે છે.