આ પહેલા 31 માર્ચે કંપની આ ફોનને લૉન્ચ કરવાની હતી, જોકે બાદમાં લૉન્ચિંગને ટાળી દેવામાં આવી હતી. બાદમાં તારીખ બદલીને 3 એપ્રિલ થઇ અને હવે ચર્ચા 15 એપ્રિલના લૉન્ચિંગની ચાલી રહી છે. જાણો ફોનમાં શું છે ખાસિયત......
iPhone SE 2 કે iPhone 9 ખાસિયતો....
રિપોર્ટ પ્રમાણે, આ સસ્તા આઇફોનનું નામ કંપનીએ હજુ સુધી કન્ફોર્મ નથી કર્યુ, પણ માની શકાય છે કે, આ ફોન iPhone SE 2 કે iPhone 9 હોઇ શકે છે.
આ અપકમિંગ ફોનની કિંમત વિશે જોઇએ તો, એપલ એનાલિસ્ટ Ming-Chi Kuo, iPhone SE 2ની શરૂઆતી કિંમત $399 (લગભગ 30,400 રૂપિયા) હશે, આની કિંમતમાં વર્ષ 2016માં iPhone SEને પણ લૉન્ચ કરવામાં આવ્યો હતો.
આમાં આઇફોન 8 જેવી ડિઝાઇન આપવામાં આવી છે, સાથે આમાં ટચ આઇડી પણ હશે, સંભવિત સ્પેશિફિકેશનમાં આમાં એ13 બાયૉનિક પ્રૉસેસર આપવામાં આવી શકે છે. iPhone SE 2ના ફ્રન્ટમાં 4.7-ઇંચ ડિસ્પ્લે હોઇ શકે છે.