એક રિપોર્ટ પ્રમાણે, નવો આઇફોન મોંઘો છે. આઇફોનની કિંમત 87027થી શરૂ થઇને 95764 રૂપિયા સુધીની હોઇ શકે છે.
દર વર્ષની જેમ એપલના હેડક્વાર્ટર કૂપર્ટિનોમાં સ્ટીવ જૉબ્સ થિએટરમાં એપલની લૉન્ચિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. કંપનીએ મીડિયા ઇન્વાઇટ પણ મોકલવાનું શરૂ કરી દીધુ છે. કંપનીની આ વર્ષ 2019ની સૌથી મોટી ઇવેન્ટ હશે.
રિપોર્ટ પ્રમાણે, એપલ કંપની આ વર્ષે આઇફોનના ત્રણ મૉડલ લૉન્ચ કરી શકે છે, સાથે એપલ વૉચ 4નું અપગ્રેટેડ વર્ઝન પણ લૉન્ચ કરવામાં આવશે. કહેવાઇ રહ્યું છે કે કંપની iPhone XS, iPhone XS Max અને iPhone XRનું સક્સેસર (અપગ્રેટેડ વેરિએન્ટ) લૉન્ચ કરશે.
નવા આઇફોનની ખાસિયતોની વાત કરીએ તો... આઇફોન 11 સીરીઝ અંતર્ગત આ મૉડલ લૉન્ચ કરવામાં આવશે. જેમાં આઇફોન 11ની સાથે iPhone 11 Max અને iPhone XR લૉન્ચ કરી થઇ શકે છે. આઇફોન XS અને આઇફોન XS મેક્સના સક્સેસરમાં ત્રિપલ કેમેરા સેટઅપ આવી શકે છે. વળી આઇફોન XRના અપગ્રેટેડમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ જોવા મળી શકે છે.
ઉપરાંત આઇફોન 11માં A13 પ્રૉસેસર આપવામાં આવી શકે છે. ત્રણેય ડિવાઇસમાં દમદાર બેટરી આપવામાં આવશે. વળી, આઇફોન XS અને XS મેક્સમાં 2018ના આઇફોનની જેમ OLED ડિસ્પ્લે અને આઇફોન XRના સક્સેસરમાં LCD ડિસ્પ્લે જ આપવામાં આવી શકે છે.