એપલ ભારતમાં જ બનાવશે આઇફોન 12.....
અત્યારે એક રિપોર્ટ છે, તે અનુસાર એપલ કંપની ભારતમાં આઇફોન 12 સીરીઝના મૉડલનુ નિર્માણ કરશે, એટલે કે એપલ આઇફોન 12 લાઇન અપ ભારતમાં જ બનાવશે. કંપની આઇફોનના મેડ ઇન ઇન્ડિયા મૉડલ પોતાના બેગ્લુંરુના પ્લાન્ટમાં તૈયાર કરશે, અને આનો સેલ આગામી વર્ષે શરૂ થશે. ભારતમાં ફોનના પ્રૉડક્શન થવાના કારણે નવા મૉડલ્સની કિંમતમાં પણ કમી આવી શકે છે.ભારતમાં આઇફોન 12નુ પ્રૉડક્શન ઓક્ટોબર, 2020થી શરૂ કરી શકાશે.
આ મૉડલ લૉન્ચ કરી શકે છે એપલ....
એક રિપોર્ટ અનુસાર, એપલ આ વખતે નાની સ્ક્રીનની સાથે બે મૉડલ લૉન્ચ કરી શકે છે. આમાં 5.4 ઇંચ અને 6.1 ઇંચની ડિસ્પલે વાળા મૉડલ હોઇ શકે છે, પરંતુ આની કિંમત કેટલી હશે તેને લઇને કોઇ સત્તાવાર જાણકારી સામે આવી નથી.
કંપની 12 સીરીઝમાં બેસિક મૉડલની સાથે બે હાઇ એન્ડ મૉડલ પણ લઇને આવી રહી છે, આની સાઇઝ 6.1 અને 6.7 ઇંચ હોઇ શકે છે. આમાં પહેલાથી એએલઇડી ડિસ્પ્લે આપવામાં આવશે. 6.7 ઇંચ વાળા મૉડલની પુરેપુરી લાઇનઅપનું સૌથી મોટુ મૉડલ હશે. દાવો છે કે આ કંપનીનુ અત્યાર સુધીનુ સૌથી મોટુ મૉડલ હશે.