નવી દિલ્હી: ટેલીકોમ કંપની ગ્રાહકોને આર્કષવા માટે સતત નવા પ્લાન લાવતી રહે છે. પ્રાઈવેટ કંપનીમાં જિયોના પ્લાન ખૂબ જ સસ્તા અને અન્ય ટેલીકોમ કંપનીઓને ટક્કર આપે છે. આ વખતે બીએસએનએલ સૌથી સસ્તો એક પ્લાન લાવ્યું છે. 1499 રૂપિયાના આ પ્લાનમાં એક વર્ષની વેલિડિટી આપવામાં આવે છે. આ પ્રીપેડ પ્લાનમાં 24 જીબી ડેટા મળી રહ્યો છે. આ સાથે જ અનલિમિટેડ કોલિંગ અને એમએમએસ સુવિધા પણ મળે છે. આ પ્લાનનું નામ PV 1499 છે અને 1 સપ્ટેમ્બર 2020થી આ પ્લાન મળી રહ્યો છે.


શું શું મળશે PV 1499 પ્લાનમાં?

· એક વર્ષ માટે 1499 રૂપિયાનો પ્લાન
· એક વર્ષ માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા
· 24 જીબી ડેટા એક વર્ષ માટે
· દરરોજ 100 એસએમએસની સુવિધા
બીએસએનએલના 1499 રૂપિયાના પ્લાનમાં 365 દિવસની વેલિડિટી મળી રહી છે. આ દરમિયાન ગ્રાહકને કુલ 24 જીબી ડેટા મળશે. તેમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. દરરોજ 100 એસએમએસની સુવિધા મળશે. કંપનીના પ્રમોશનલ ઓફર માટે 90 દિવસ અંદર ગ્રાહક આ પ્લાન ખરીદશે તો તેને 30 દિવસની વેલિડિટી વધારે આપવામાં આવશે. આ પ્લાનમાં બીજી ટેલીકોમ કંપની કરતા ડેટા ઓછો મળે છે. એક વર્ષમાં 24 જીબી ડેટા એટલે દર મહિને આશરે 2 જીબી ડેટા મળે છે.

બીજી કંપનીઓના એક વર્ષ માટેના પ્રીપેડ પ્લાન

બીએસએનલએ પ્રથમ વખત આટલો સસ્તો પ્લાન ગ્રાહકો માટે લોન્ચ કર્યો છે. માર્કેટમાં બીજી ટેલીકોમ કંપનીઓના પ્રીપેડ પ્લાન પણ છે. આ પહેલા બસ એક એરટેલનો પ્લાન હતો જેમાં 1498 રૂપિયામાં 24 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ ફ્રી મળતા હતા. હવે બીએસએનએલએ પણ એરટેલને ટક્કર આપવા માર્કેટમાં સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે.

જિયોની 2399 રૂપિયામાં વર્ક ફ્રોમ હોમ ઓફર

2399 મળતી જિયો ઓફર વર્ક ફ્રોમ હોમના નામ જાણીતી થઈ હતી. આ પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા મળે છે અને વેલિડિટી 365 દિવસની છે. આ પ્લાનમાં જિયો ટૂ જિયો સિવાય અન્ય નેટવર્ખ પર અનલિમિટેડ કોલિંગની સુવિધા છે. દરરોજ 100 એસએમએસની પણ સુવિધા મળે છે. જિયોના પ્લાનમાં જિયો ટીવી એક્સેસ ફ્રી છે.

એરટેલ 1,498 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સાથે એક વર્ષ માટે 24 જીબી ડેટા મળે છે. આ સિવાય ગ્રાહકોને દરરોજ 100 એસએમએસની પણ સુવિધા મળે છે. આ પ્લાનમાં જિયો પ્રાઈમ સબ્સક્રિપ્શન ફ્રી મળે છે.
વોડાફોન-આઈડિયાનો 2399 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 1.5 જીબી ડેટા મળે છે. દરરોજ 100 એસએમએસની પણ સુવિધા મળે છે. આ પ્લાન ખરીદવા પર વોડાફોન યૂઝર્સને વોડાફોન પ્લે અને જી-5 સબ્સક્રિપ્શન ફ્રી મળે છે.