એપલની વર્લ્ડ વાઈડ ડેવલપર કૉન્ફરન્સની શરુઆત થઈ ગઈ છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ આ ઈવેન્ટ વર્ચ્યૂલ છે. iOS, iPadOS, macOS, tvOS અને watchOS લોન્ચ કરવામાં આવી શકે છે.
Apple iOS 15: કેમેરાને મળ્યું Google લેન્સ જેવુ ફીચર: લાઈવ ટેક્સ્ટ
એવું લાગે છે કે iOS ને અંતે Google લેન્સ જેવી સુવિધાઓ મળી રહી છે, જ્યાં આ એક તસવીરમાં ટેક્સ્ટની ઓળખ કરી શકે છે અને યૂઝર્સને તેને કોપી કરવાની મંજૂરી આપી શકે છે. લાઈવ ટેક્સ્ટ યૂઝર્સને ટેક્સ્ટ, ફોન નંબર, લિંક વગેરે ઓળખવા દેશે. આ સ્ક્રીનશોટ, ક્વિક લુક પર કામ કરશે અને સાત ભાષાઓને સમજશે. આ આઈફોન, આઈપેડ અને મેક પર કામ કરશે.
Apple iOS 15: Notifications
નોટિફિકેશન પણ સારૂ થયુ છે. તમે એક ડેડિકેટિડ મોડ પર સેટ કરી શકો છે, જેથી મેસેજ તમને પરેશાન ન કરે. પરંતુ ખૂબ અગત્યના મેસેજ તેમ છતા પોતાનો રસ્તો બનાવી શકે છે. એક નવુ ફોક્સ મોડ પણ હશે, જેનાથી યૂઝર્સ એક ફોકસ મોડ સેટ કરી શકે છે જ્યાં દિવસના એક નિર્ધારિત સમય દરમિયાન માત્ર કેટલીક એપ્સના નોટિફિકેશન અને અલર્ટ તમને જોવા મળશે. જ્યારે તમે ફોક્સ વન ડિવાઈસનો ઉપયોગ કરો છો, તો એ ઓટોમેટિક તમારા એપલ ડિવાઈસ પર સેટઅપ થઈ જશે.
Apple iOS 15:મેસેજ
Messages ને એક નવું અપડેટ મળશે. એક નવુ Shared with You સેક્શન હશે જે મેસેજના neat section લિંક્સ, પ્લેલિસ્ટ અને તસવીરો દેખાડશે. યૂઝર્સ એ મેસેજને પિન પણ કરી શકશે જેને તે જરુરી સમજે છે.