Laptops Under 30000: આજના સમયમાં કોલેજના અભ્યાસથી લઈને ઓફિસના કામ સુધી એક સારું લેપટોપ હોવું ખૂબ જ જરૂરી બની ગયું છે. પરંતુ જ્યારે પણ નવું લેપટોપ ખરીદવાની વાત આવે છે ત્યારે લોકો સૌથી પહેલાં પોતાનું બજેટ જોતા હોય છે. કેટલાક લોકો જોરદાર ફીચર્સવાળા મોંઘા લેપટોપ લેવાનું પસંદ કરે છે, તો કેટલાક લોકો બજેટમાં જરૂરિયાતના ફીચર્સ સાથે પોતાનું કામ ચલાવવા માંગે છે. ઘણા લોકોને લાગે છે કે એક સારા લેપટોપ માટે 50-60 હજાર રૂપિયાનું બજેટ લઈને જ ચાલવું પડશે.

Continues below advertisement

 

Continues below advertisement

પરંતુ આજના સમયમાં એવું બિલકુલ નથી. હવે માર્કેટમાં 30 હજાર રૂપિયાના બજેટમાં પણ એવા ઘણા શ્રેષ્ઠ લેપટોપ ઉપલબ્ધ છે, જે મોટી સ્ક્રીન, વધારે SSD સ્ટોરેજ અને સારા બેટરી બેકઅપ સાથે આવે છે. જો તમે સ્ટુડન્ટ છો અથવા ઘરબેઠા ઓનલાઈન કામ કરો છો અને તમને બ્રાઉઝિંગ, કોડિંગ, પ્રેઝન્ટેશન બનાવવાની સાથે-સાથે મૂવી જોવા માટે એક સારું લેપટોપ જોઈએ છે, તો ઓછી કિંમતવાળા આ લેપટોપ તમે ટ્રાય કરી શકો છો.

આ પણ વાંચો...Technology: શું હોય છે SIM Binding ટેકનોલૉજી, આનાથી કેવી રીતે અટકશે ફ્રૉડ ?

HP અને Lenovoના લેપટોપજો તમે કોઈ જાણીતી બ્રાન્ડનું લેપટોપ શોધી રહ્યા છો, તો 30 હજાર રૂપિયાની અંદર Lenovo અને HPના મોડેલ્સ સૌથી ઉપર આવે છે. આ રેન્જમાં Lenovo V15 અને IdeaPad Slim 3 સિરીઝના લેપટોપ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેમાં તમને Intel Celeron અને AMD Athlon અથવા Ryzen 3 સિરીઝના પ્રોસેસર મળી જાય છે, જે ઓનલાઈન ક્લાસ લેવા અને MS ઓફિસ પર કામ કરવા માટે યોગ્ય છે.

આ લેપટોપની સૌથી સારી વાત એ છે કે તેમાં હવે જૂની હાર્ડ ડિસ્કને બદલે 256GB અથવા 512GB ની ફાસ્ટ SSD સ્ટોરેજ મળવા લાગી છે, જેનાથી લેપટોપ અમુક સેકન્ડમાં જ ઓન થઈ જાય છે. બીજી તરફ HP 15s અને HP 255 G9 સિરીઝ પણ આ બજેટમાં સારું પરફોર્મન્સ આપે છે. તેમાં 15.6 ઈંચની મોટી એન્ટી-ગ્લેર સ્ક્રીન મળે છે જેના પર કલાકો સુધી કામ કર્યા પછી પણ આંખો પર જોર નથી પડતું. સાથે જ 8GB રેમને કારણે એકસાથે અનેક ટેબ ખોલીને કામ કરવું સરળ બની જાય છે.

ASUS અને Acerના લેપટોપઓછા બજેટમાં જો તમને હળવું, પાતળું અને દેખાવમાં પ્રીમિયમ લેપટોપ જોઈતું હોય, તો તમે ASUS VivoBook Go 14 અને VivoBook 15 સિરીઝ જોઈ શકો છો. આશરે 28 થી 30 હજાર રૂપિયાની કિંમતમાં આવતા આ લેપટોપનું વજન ખૂબ જ ઓછું હોય છે. તેમાં ફૂલ HD ડિસ્પ્લેની સાથે-સાથે 180 ડિગ્રી સુધી વળી શકતું હિંજ અને ફિઝિકલ વેબકેમ શટર જેવા મોડર્ન ફીચર્સ પણ જોવા મળે છે.

આ સિવાય Acer Aspire Lite અને Extensa 15 પણ આ બજેટમાં શ્રેષ્ઠ ઓપ્શન છે. Acerના આ મોડેલ્સમાં તમને મેટલ જેવો મજબૂત લુક અને Intel Core i3 અથવા Ryzen 3ના શરૂઆતી વેરિઅન્ટ્સ સરળતાથી મળી જાય છે. એમની બેટરી એક વાર ફૂલ ચાર્જ થવા પર આરામથી 6 થી 7 કલાકનું બેકઅપ આપી દે છે.

નવું લેપટોપ ખરીદતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખોઓછા બજેટમાં યોગ્ય લેપટોપ પસંદ કરતી વખતે જો તમે કેટલીક નાની ટેકનિકલ બાબતોનું ધ્યાન રાખશો, તો તમારું લેપટોપ વર્ષો સુધી અટક્યા વગર ચાલશે. સૌથી પહેલી વાત એ છે કે આ કિંમતમાં ક્યારેય પણ 4GB રેમવાળું લેપટોપ ન ખરીદો, હંમેશાં ઓછામાં ઓછું 8GB રેમવાળું મોડેલ જ લો જેથી મલ્ટીટાસ્કિંગ દરમિયાન સિસ્ટમ સ્લો ન થાય. સાથે જ એ પણ ચેક કરી લો કે જરૂર પડે ત્યારે તેમાં RAM અને સ્ટોરેજ વધારવા માટેનો સ્લોટ ઉપલબ્ધ છે કે નહીં.

બીજી સૌથી જરૂરી વસ્તુ સ્ટોરેજ ટાઈપ છે. હંમેશાં SSD સ્ટોરેજવાળું લેપટોપ જ ઘરે લાવો કારણ કે તે પરંપરાગત HDD સ્ટોરેજની સરખામણીમાં ગણા ગણું ફાસ્ટ કામ કરે છે. આ સિવાય લેપટોપમાં ટાઈપ-C પોર્ટ, HDMI પોર્ટ અને Wi-Fi 6 જેવી લેટેસ્ટ કનેક્ટિવિટી જરૂર જોઈ લો.